GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

જ્હાન્વીની આ આદત ડેડી કપૂર માટે બની ગઇ માથાનો દુખાવો, પિતા-પુત્રીની ચૅટ થઇ વાયરલ

‘ધડક’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ જાહ્નવી કપૂર હાલ બહેન ખુશી સાથે બ્રિટનમાં વેકેશન માણી રહી છે. જાહ્નવી કપૂર પિતા બોની કપૂરની ખૂબ જ લાડલી છે. શ્રીદેવીના નિધન બાદથી એમના સૌતેલા ભાઇ અર્જુન અને અંશુલા કપૂર પણ જાહ્નવીનું ખૂબ ધ્યાન રાખે છે, પરંતુ હાલ બોવી કપૂર પોતાની આ લાડલી પુત્રીની એક આદથી ખૂબ પરેશાન છે.  જાહ્નવી અને એના પિતા બોની કપૂરની વોટ્સએપ ચેટ સામે આવ્યું છે અને એને ખુદ જાહ્નવી કપૂરે શેર કર્યો છે.

શેર કરવામાં આવેલી ચેટમા બોની કપૂરે જાહ્નવીને છાપાનું એક કટિંગ મોકલ્યું છે. એ સમાચારના કટિંગમાં લખ્યું છે, ‘શું તમને એક્સરસાઇઝ કરવાની લત છે, એક સ્ટડી પ્રમાણે ફિટનેસ ગોલ પ્રાપ્ત કરવા માટે જો તમને જરૂરીયાત કરતા વધારે એક્સરસાઇધ કરો છો, તો એ તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.’ ત્યારબાદ  જાહ્નવી કપૂરે એમને રિપ્લાઇમાં એક ઇમોજી સેન્ડ કરી દીધો. 

જાહ્નવી કપૂર પોતાની ફિટનેસને લઇને ચર્ચામાં રહે છે. એ આ દિવસોમાં જોરદાર જીમમાં સમય પસાર કરે છે. મોટાભાગે જિમથી આવતી વખતે સ્પોટ કરવામાં આવે છે. એ મોટાભાગે સોશિયલ મીડિયા પર પોતાના ફિટનેસ વીડિયો શેર કરે છે.

ખુદ જાહ્નવીએ પણ આ વાતનો ખુલાસો કર્યો હતો કે એને જિમ જવાના નામ પર ખૂબ જ ઉત્સુક હોય છે. એ ક્યારેય  પોતાના જિમને મિસ કરતી નથી. બોલીવુડમાં આવતા પહેલા જાહ્નવી મોટી લાગતી હતી, પરંતુ રેગુલર વર્કઆઉટ અને સારા ડાયટને લઇને પોતાને બોલીવુડ માટે તૈયાર કરી છે. 

મીડિયા રિપોર્ટસ અનુસાર જાહ્નવીના પિતા બોની કપૂર હાલ ખૂબ જ ચિંતિત છે. સાથે જ એ જાહ્નવીની પીઆર ટીમથી નારાજ છે. એમને લાગે છે કે જાહ્નવીની પીઆર ટીમ એમને સારી રીતે હાઇલાઇટ કરતી નથી. બોની પોતાની પુત્રી માટે એ પોપ્યુલેરિટી ઇચ્છે છે જે સારાને મળી રહી છે. 

Read Also

Related posts

આ રાજ્યના કર્મચારીઓના DAમાં 2021 સુધી નહી થાય વધારો, જાણો શું છે કારણ

Ankita Trada

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબિયત લથડતા વેન્ટિલેટર રખાયા

Nilesh Jethva

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ૧૩ જળાશયો થયા ઓવરફ્લો, 65 ડેમોની સપાટીમાં અડધાથી 22 ફૂટનો વધારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!