GSTV
Home » News » મલાઇકાના ચક્કરમાં અર્જૂન કપૂરના આવ્યાં આવા દિવસો, સંપત્તિમાંથી એક રૂપિયો નહી આપે બોની કપૂર

મલાઇકાના ચક્કરમાં અર્જૂન કપૂરના આવ્યાં આવા દિવસો, સંપત્તિમાંથી એક રૂપિયો નહી આપે બોની કપૂર

મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના અફેર અને લગ્નની ખબરો આવતી જ રહે છે. તેવામાં બંનેના લગ્નની ખબરો પર તો સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે. લોકો તક મળતાં જ તેમની મજાક ઉડાવવાનું ચુકતાં નથી.

Malaika Arora

તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર આવું જ કંઇક જોવા મળ્યું. બોની કપૂરના નામે એક ફેક એકાઉન્ટ ચલાવતા શક્શે મલાઇકાની એક તસવીર પર એવી કમેન્ટ કરી કે તે ચર્ચામાં આવી ગઇ છે.

બોની કપૂર ઑફિશિયલ નામથી એકાઉન્ટ ચલાવી રહેલા આ શખ્શે મલાઇકાની પોસ્ટ પર લખ્યુ કે, હું મારી સંપત્તિમાંથી એક ફૂટી કોડી અર્જૂનને નહી આપુ. બોનીના આ ફેક પ્રોફાઇલ પરથી કરવામાં આવેલી કમેન્ટ પર એક યુઝરે લખ્યું કે, ન આપતાં અંકલ, બૂઢિયા પાસે ઘણાં પૈસા છે.

અર્જુન કપૂર અને મલાયકા અરોરા અન્ય બોલીવૂડ સેલિબ્રિટિઓની માફક પોતાના સંબંધો છુપાવતા નથી. આ યુગલ જાહેર સ્થળોએ તેમજ ઇવેન્ટ દરમિયાન સાથે જોવા મળ્યા છે. તેમજ તસવીરકારોએ તેમની તસવીરો પણ ખેંચી છે. આ પ્રેમી પંખીડા આ મહિનામાં લગ્ન કરવાનું છે તેવી અફવા ચગી હતી. પરંતુ હાલ લગ્ન થાય એવી કોઈ શક્યતા નથી.

” ૧૯ એપ્રિલે તો ગુડફ્રાઇડેનો તહેવાર છે. આ દિવસે તો લગ્ન થવાની શક્યતા જ નથી. ઉપરાંત તેમણે કામને લગતા જે જવાબદારીઓનું વહન કરવાનું છે તે પૂરી કરવાની છે.  જોકે આ પ્રેમીપંખીડાએ કદી મીડિયા સામે પોતાના સંબંધો વિશે વાત કરી નથી. હાલ અર્જુન પોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે અને મલાયકા પાસે ઘણા વ્યવસાયિક કમિટમેન્ટ છે,” તેમ સૂત્રે જણાવ્યુ હતું. 

Read Also

Related posts

ગામડાની જમીનો ખાનગી કંપનીને પધરાવવાનો સરકારનો કારસો: પોલીસે બર્બરતાપૂર્વક ગ્રામજનો પર લાઠીચાર્જ કર્યો

Riyaz Parmar

સુરત પોલીસની ઉંઘ હરામ કરનાર ચદ્દર ગેંગના એક સભ્યને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો

Nilesh Jethva

ઇન્કમટેક્ષ રિટર્ન મામલે લેવાયો મોટો નિર્ણય, સમય વધતાં હવે છે આ છેલ્લી તારીખ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!