500 અને 1000ની નોટો બંધ થઈ છે, તો પછી સાડા ત્રણ કરોડની જૂની નોટ લઈ આ લોકો શું કરવાના હતા ?

નોટબંધી સમયે સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી જુની ચલણી નોટ મળવાનો સીલસિલો યથાવત છે. ત્યારે નવસારીમાંથી અધધ કહી શકાય એટલી સાડા ત્રણ કરોડથી વધુની પ્રતિબંધીત ચલણી નોટ મળી આવી છે. ઉંડાચ ગામ પાસેથી મુંબઈથી નવસારી તરફ જતી કારમાંથી સાડા ત્રણ કરોડથી વધુની બંધ થયેલી ચલણી નોટ મળી છે.

રવિવારે મોડી રાતે નવસારી એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે ગણદેવી તાલુકાના ઉંડાચ ગામેથી ફિલ્મી ઢબે મહારાષ્ટ્ર પાસિંગની કાર અટકાવી હતી. તેમજ ત્રણ કરોડ પચાસ લાખ 82 હજાર રૂપિયાની પ્રતિબંધિત 500 અને 1000ના દરની પ્રતિબંધિત નોટ કબ્જે કરવામાં આવી છે.

આ સાથે જ પોલીસે મહારાષ્ટ્રના ત્રણ અને નવસારીના એક શખ્સની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓ મુંબઇથી 7 ટકાએ પ્રતિબંધિત નોટો લાવ્યા હતા અને 10 ટકાના કમિશનથી વટાવવાના હતા. પોલીસે પ્રતિબંધિત નોટ, કાર, મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ જપ્ત કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter