GSTV

ફિલ્મમાં દુશ્મનોની ધૂળ કાઢતો જેમ્સ બૉન્ડ કોરોનાથી ડર્યો, ચીન પ્રવાસ રદ કર્યો!

આવી રહેલી જેમ્સ બૉન્ડ સિરિઝની ફિલ્મ નો ટાઈમ ટુ ડાઈના પ્રમોશન માટે જેમ્સ બૉન્ડની એક્ટિંગ કરનારા ડેનિયલ ક્રેગ સહિતની ટીમ ચીનમાં જવાની હતી. પરંતુ કોરોનાના હાહાકારને કારણે ફિલ્મ પ્રમોશન પડતું મુકવુ પડયું છે. એપ્રિલમાં રિલિઝ થઈ રહેલી ફિલ્મ ચીનમાં લગભગ 70,000 થિએટરમા રિલિઝ થવાની શક્યતા છે.

ચીન મોટું માર્કેટ હોવાથી ત્યાં પ્રમોશન કરવા બૉન્ડ ફિલ્મ નિર્માતાઓએ મોટું આયોજન કરી રાખ્યું હતું. હાલ પુરતું એ આયોજન રદ થયું છે. ફિલ્મમાં દુશ્મનોનો કચ્ચરઘાણ કાઢી શકતો જેમ્સ બૉન્ડ અને તેની સમગ્ર ટીમ અત્યારે તો કોરોનાથી ડરી ગઈ છે.

દરમિયાન ભારતે ચીનને મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે કહ્યુું છે કે જરૂરી મેડિકલ સામગ્રી ચીનને મોકલવામાં આવશે. ભારતનું એક વિશેષ વિમાન આગામી દિવસોમાં ચીન જનારૂં છે. હજુય ચીનમાં કોરોનાગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને ત્યાંથી લેવા આ વિમાન જવાનું છે. એ વિમાન સાથે જ કોરોના સામે લડવા જરૂરી મદદ ભારત ચીનને પહોંચતી કરશે. ચીનને અત્યારે સૌથી વધારે જરૂર મેડિકલ માસ્ક, ગ્લોવ્ઝ જેવી સામગ્રીની છે. 

કોરોનાગ્રસ્ત પ્રાંતમા ફસાયેલા ભારતીયોને લઈ આવવા માટે એર ઈન્ડિયાએ કેટલીક ફ્લાઈટો ઉડાવી હતી. એ જોખમી પ્રવાસમાં કુલ 68 ક્રૂ મેમ્બર શામેલ થયા હતા. ચીનના કોરોનાગ્રસ્ત વિસ્તારમાં જવાનું જોખમ ઉઠાવનારા આ 68 સભ્યોની વડા પ્રધાને પ્રસંશા કરી હતી. વડા પ્રધાનની સહી સાથેનો પત્ર પણ કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ એર ઈન્ડિયાના આ સ્ટાફરોને પાઠવ્યો હતો.

મેડિકલ સાયન્સ હજુ સુધી કોરોનાનો તોડ શોધી શક્યુ નથી. માટે ચીને હજારો વર્ષ જૂની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો હતો. એ પછી દસ હજાર જેટલા દરદી સાજા થયાનો ચીને દાવો કર્યો હતો. 

કોરોનાના ડરે ટોઈલેટ પેપર ચોર્યા!

હોંગકોંગમાં 3 શખ્શોએ મળીને ટોઈલેટ પેપરના 600 રોલ ચોરી લીધા હતા. કેમ કે આ ત્રણેય એવુ માની બેઠા હતા કે કોરોનાને કારણે આગામી દિવસોમાં જરૂરી ચીજોની અછત સર્જાવાની છે. માટે અગાઉ પણ રોલ ચોરીની ઘટના બની હતી. 3 માંથી 2 શખ્શોને હોંગકોંગ પોલીસે ઝડપી લીધા હતા. હોંગકોંગ ચીનનો જ ભાગ હોવાથી ત્યાં કોરોનાની વ્યાપક અસર થઈ છે. 

ચીન 84 કરોડની ચલણી નોટોનો નાશ કરશે

કોરોનાગ્રસ્ત થયેલી ચલણી નોટોને ચલણમાંથી પરત ખેંચી તેનો નાશ કરવાનું ચીને નક્કી કર્યું છે. આવી નોટોને મોટે ભાગે બાળી નાખવામાં આવશે. જાહેર દવાખાના, બસ સ્ટેશન, માર્કેટ વગેરે સ્થળેથી આવતી કોરોનાગ્રસ્ત નોટો એકઠી કરવાનું ચીની સેન્ટ્રલ બેન્કે શરૂ કરી દીધું છે. આ નોટો હાથોહાથ ફરતી હોવાથી તેના દ્વારા કોરોના ફેલાવાની શક્યતા છે.

કોરોનાને પગલે ચીનમાં થતી સોલર મોડયુલ્સની આયાત ઘટી

16000 કરોડના સોલર પ્રોજેક્ટ સામે ખતરો : ક્રિસિલ

કોરાના વાઇરસની અસર ભારત અને ચીન વચ્ચેના વેપાર પર લાંબા સમય સુધી ચાલશે તો 16,000 કરોડ રૂપિયાના 3 ગિગા વોટના સોલર પ્રોજેક્ટ નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થઇ શકશે નહીં અને તેના કારણે દંડનો સામનો કરવો પડી શકે છે તેમ ક્રિસિલે એક નિવેદનમાં જણાવ્યું છે. 

રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર પીપીએના સ્ટાન્ડર્ડ અનુસાર જો નિર્ધારિત સમય મર્યાદામાં આ સોલરપ્રોજેક્ટ પૂર્ણ કરવામાં નહીં આવે તો દંડનો સામનો કરવો પડશે. ભારત 80 ટકા સોલર મોડયુલ્સની ચીનમાંથી આયાત કરે છે. કોરોના વાઇરસને કારણે  સોલર મોડયુલ્સની આયાત પર અસર પડી છે.

ક્રિસિલના સિનિયર ડાયરેક્ટર મનીષ ગુપ્તાના જણાવ્યા અનુસાર જુલાઇ અને ઓગસ્ટ, 2018ની વચ્ચે હરાજી થયેલા 16,000 કરોડ રૂપિયાના 3 ગિગા વોટ્સના સોલર પ્રોજેક્ટને જુલાઇ, 2020 સુધીમાં પૂર્ણ કરવાના લક્ષ્યાંક સામે ખતરો ઉભો થયો છે. 

ક્રિસિલે વધુમાં જણાવ્યું છે કે જો ભારતને આ પ્રોજેક્ટને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવો હશે તો તેને ચીન સિવાયના અન્ય દેશો પાસેથી સોલરક મોડયુલ્સ ખરીદવા પડશે. જો કે અન્ય દેશોમાંથી ઉંચા ભાવે સોલર મોડયુલ્સ ખરીદવા પડશે. જો કે આમ કરવાથી પ્રોજેક્ટની કીંમત 15 થી 20 ટકા વધી જશે. 

10,844 લોકોને સારવાર બાદ રજા આપી દેવાઈ 

ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ, મૃતકઆંક વધીને 1,770ને પાર 

વાયરસ નિયંત્રણ માટેના પગલાં અસરકારક સાબિત થઈ રહ્યા હોવાથી નવા કેસના પ્રમાણમાં ઘટાડો નોંધાયો

ચીનમાં જીવલેણ કોરોના વાયરસના કારણે વધુ 105 લોકોના મોત સાથે સોમવારે મૃતકઆંક 1,770ને પાર કરી ગયો હતો. સાથે જ નવા 2,048 કેસની નોંધણી સાથે પીડિતોની કુલ સંખ્યા 70,548 થઈ ગઈ છે. 

કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીન સરકારે ઓછું મહત્વ ધરાવતા સાર્વજનિક સ્થળોને બંધ કરવાની અને ખરાબ રીતે પ્રભાવિત હુબેઈ પ્રાંતમાં કોરોના વાયરસના પ્રભાવને નિયંત્રિત કરવા પરિવહન સેવા પર પ્રતિબંધ સહિતના કડક પગલા લેવાની જાહેરાત કરી છે.

કોરોના વાયરસના કારણે હુબેઈમાં રવિવારે વધુ 100 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે હેનાનમાં ત્રણ અને ગુઆંગદોંગ પ્રાંતમાં બે લોકો માર્યા ગયા હતા. અત્યાર સુધીમાં 10,844 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જ્યારે નવા 7,264 લોકો તેનાથી સંક્રમિત હોવાની શંકા છે. 

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના પ્રવક્તા મી ફેંગના કહેવા પ્રમાણે વાયરસથી સૌથી વધુ પ્રભાવિત એવા વુહાનમાં સંક્રમિત અને તેનાથી ગંભીર રીતે બીમાર લોકોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે જે તેના નિયંત્રણ માટેના પગલા અસરકારક સાબિત થઈ રહ્યા હોવાનું સૂચવે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની 12 સભ્યોની એક ટીમ ચીની અધિકારીઓ સાથે મળીને વાયરસને સમજવા માટે પ્રયત્નો કરી રહી છે.

Read Also

Related posts

દેશભરમાં જ્યાં સૌથી વધારે કેસો છે એ મહારાષ્ટ્રના મુંબઈના ચાર તબીબોનો રિપોર્ટ Corona પોઝિટીવ

Bansari

પ્રિન્સ હેરી-મર્કેલ કેનાડાથી US શિફ્ટ થયાં, શાહી યુગલના સુરક્ષા ખર્ચ મામલે અમેરિકાએ કર્યો આ ખુલાસો

pratik shah

Coronaનો ડર : એક, બે નહીં ચાર વાર કરાયો રિપોર્ટ , રિઝલ્ટ એક જ કોરોના પોઝિટીવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!