GSTV

બોમ્બે હાઇકોર્ટે આપ્યો અવિશ્વનીય ચુકાદો, શારીરિક સંબંધની ઈચ્છા વગરનો ગાલનો સ્પર્શ નથી કોઈ જાતીય ગુનો

ગાલ

Last Updated on August 31, 2021 by Harshad Patel

હાલ જેમ-જેમ જમાનો આધુનિક બની રહ્યો છે તેમ-તેમ અપરાધોની સીમાઓ પણ હદ વટાવી રહી છે ત્યારે ઘણી વખત પરિસ્થિઓ એવી બની જતી હોય છે કે, અપરાધ માટે શું સજા આપવી? હાલ બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક આરોપીને જામીન આપતા સાથે એક ખુબ જ સારી વાત જણાવી છે, જેના વિશે એકવાર તો જરૂર જાણવું જોઈએ. આ આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેના પર ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.

ગાલ

ત્યારે આ વ્યક્તિએ જામીન માટે અરજી પણ કરી હતી, જેની સુનાવણી બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ સંદીપ કુમાર શિંદેએ કરી હતી. તેમની સંપૂર્ણ દલીલ સાંભળ્યા બાદ કોર્ટે પણ તેમને જામીન આપ્યા હતા. આ વ્યક્તિ 20 જુલાઈ, 2020 થી કસ્ટડીમાં હતો. આરોપીની ઉમર 46 વર્ષની હતી અને તે પોતાની ચિકનની દુકાન ચલાવતો હતો જ્યારે જે યુવતી સાથે આ આખી ઘટના જોડાયેલી છે તેની ઉમર માત્ર 8 વર્ષની હતી. તે છોકરીની માતાએ જ થાણે જિલ્લાના રાબોડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. આ સુનાવણી દરમિયાન ન્યાયાધીશ શિંદેએ કહ્યું હતું કે, અત્યાર સુધીની આ કેસની તપાસ એ સૂચવતી નથી કે, આરોપીએ કોઈ જાતીય ઇચ્છાના ઇરાદાથી યુવતીના ગાલને સ્પર્શ કર્યો હતો.

ચિકન દુકાનના માલિક સામે શું છે આક્ષેપો ?

ચિકનની દુકાનના માલિક પર એવો આક્ષેપ હતો કે, તેણે દુકાનની બહાર રમતી છોકરીને અંદર બોલાવી હતી અને પછી જ્યારે તે અંદર ગઈ ત્યારે તેણે દુકાનનુ શટર બંધ કરી દીધું. આ બધું તેના ઘરેથી જોતી મહિલા ઝડપથી નીચે આવી ગઈ અને તેણે શટર ઊંચકાવીને જોયું તો તે માણસ તેના કપડાં ઉતારતો હતો. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તે વ્યક્તિએ તેના ગાલ પર ચુંબન કર્યું હતું.

ગાલ

બીજી તરફ આરોપી તરફથી હાજર રહેલા એડવોકેટ રામ પ્રસાદે પણ પોતાનો પક્ષ મુક્યો અને કહ્યું કે, હકીકતમાં આ કેસ બિઝનેસ સાથે દુશ્મનાવટનો છે. આ કેસની તપાસ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. જોકે, ન્યાયાધીશ શિંદેએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની ટિપ્પણી જામીન કેસ પૂરતી મર્યાદિત છે. તે અન્ય કોઈ કાર્યવાહીને અસર કરશે નહીં. આ સુનાવણી દરમિયાન ન્યાયાધીશે પોક્સો એક્ટની કલમ-7 નો ઉલ્લેખ કર્યો હતો. આ કલમ મુજબ બાળકના શરીરના કોઈપણ ભાગને સેક્સના ઇરાદાથી સ્પર્શ કરવામાં આવે તો તેને જાતીય ગુનો ગણવામાં આવે છે પરંતુ, જો કોઈ વ્યક્તિ સેક્સના ઈરાદા વગર શરીરના કોઈ ભાગને સ્પર્શે છે તો તે જાતીય ગુના કે સતામણી હેઠળ નથી આવતુ જે વાત સૌ કોઈએ નોંધવી.

Read Also

Related posts

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk

કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો

GSTV Web Desk

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે આ વસ્તુનું સેવન, કરો ઉપયોગ અને મેળવો તુરંત લાભ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!