GSTV
Home » News » વરિષ્ઠ પત્રકાર જે ડે હત્યા પ્રકરણમાં દોષિતોને દોષમુક્ત કરવા સામે સીબીઆઈએ હાઈકોર્ટમાં કરી અપીલ

વરિષ્ઠ પત્રકાર જે ડે હત્યા પ્રકરણમાં દોષિતોને દોષમુક્ત કરવા સામે સીબીઆઈએ હાઈકોર્ટમાં કરી અપીલ

વરિષ્ઠ પત્રકાર જે ડે હત્યા પ્રકરણે પત્રકાર જિજ્ઞાા વોરા અને પોલસન જોસેફને દોષમુક્ત કરવા સામે સીબીઆઈએ હાઈકોર્ટમાં અપીલકરી છે. આ પ્રકરણે આગામી સુનાવણી એપ્રિલના પહેલા સપ્તાહમાં થશે. અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સહિત અન્યો આ પ્રકરણમાં દોષિત છે.

ન્યાયમૂર્તિ ભૂષણ ધર્માધિકારી અને ન્યાયમૂર્તિ પ્રકાશ નાઈકની બેેન્ચ સમક્ષ કેસની સુનાવણી થશે. સીબીઆઈ તરફથી વિશેષ સરકારી વકિલ પ્રદીપ ઘરાતે અપીલની માહિતી કોર્ટને આપી હતી. મુંબઈની વિશેષ એમસીઓસીએ કોર્ટે આ પૂર્વે જિજ્ઞાા વોરા અને પોલસન જોસેફને નિર્દોષ મુક્ત કર્યા હતા.

૧૧ જૂન ૨૦૧૧ના રોજ એક અંગ્રેજી દૈનિકના વરિષ્ઠ પત્રકાર જ્યોતિર્મય ડેની પવઈ ખાતે ગોોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા છોટા રાજનના ઈશારે થઈ હોવાનો દાવો કરીને પોલીસે વોરા, સતીષ કાલ્યા, અભિજીત શિંદેે, અરુણ ડાકે, સચિન ગાયકવાડ, અનિલ વાઘમોડે, નિલેશ શેંડગે, મંગેશ અગનાવે, વિનોદ અસરાની, પોલસન જોસેફઅને દીપક સિસોદીયાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે આરોપનામું પણ દાખલ કરવામાં આવ્યું હતું.

રાજન વિરુદ્ધ મહારાષ્ટ્રમાં ૭૦ ગુનાની નોઁધ છે. જેમાં આ કેસનો પણ સમાવેશ હતો. રાજનનો કબજો સીબીઆઈ પાસે હોવાથી સીબીઆઈને આ કેસ સોંપવામાં આવ્યો હોવાની માહિતી કોર્ટમાં અપાઈ હતી. વિશેષ એમસીઓસીએ જજ એસ. એસ. અડકર સામે આ કેસ ચલાવાયો હતો. કોર્ટે પુરાવાના અભાવે જિજ્ઞાા વોરા અને પોલ્સન જોસેફને દોષમુક્ત કર્યા હતા.

આ કેસમાં ક્રાઈમ બ્રાંચની યાદીમાં સાક્ષીદાર તરીકે નોંધાયેલા રવિ રામને સીબીઆઈએ આરોપનામામાં આરોપી દર્શાવ્યો છે.

રામને રાજનના કહેવાથી પોલ્સન મારફક ૨૦ પરદેશી સિમ કાર્ડ હુમલાખોરોને પુરવ્યા હોવાનો સીબીઆઈનો આરોપ છે. તેમ જ જે ડેની માહિતી રાજનને આપવાનો આરોપ ધરાવતી વોરા અને રાજન વચ્ચેની વાતચીત પણ સીબીઆઈના આરોપનામામાં છે. 

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

જાપાનમાં પ્રથમ વખત ભારતીયએ ચૂંટણી જીતી, રચ્યો ઈતિહાસ

Path Shah