બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે હાલમાં એક મામલાની સુનાવણી કર્યા બાદ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ફક્ત ટચ કરવું તે યૌન શોષણ નથી. સાથે જ કોર્ટે એમ પણ જણાવ્યુ છે કે, કપડા પહેરેલા હોય તો, 12 વર્ષની બાળકીના સ્તન દબાવવા તેને યૌન શોષણ માની શકાય નહીં. બોમ્બે હાઈકોર્ટે કહ્યુ હતું કે, બાળકીનું ટોપ ઉતારવું અથવા ખોટા ઈરાદા સાથે કપડાની અંદર હાથ નાખવો તેને જ યૌન શોષણ માની શકાય.
કોર્ટે એક મામલાની સુનાવણી કરતા જણાવ્યુ હતું કે, ઘટના સમયે વ્યક્તિએ પીડિતાની સાથે ખોટી રીતે સ્કિન ટૂ સ્કિન કોટેક્ટ કર્યો છે, તો જ યૌન શોષણ માની શકાશે. પણ જો આવું નથી થયું તો, આરોપ ખોટો માનવામાં આવશે.

જાણો યૌન શોષણ મામલે બોમ્બે હાઈકોર્ટની નવી વ્યાખ્યા…
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હાઈકોર્ટે કહ્યુ હતું કે, 12 વર્ષની બાળકીના સ્તન દબાવવા એ યૌન શોષણ માનવામાં આવશે નહીં, જ્યાં સુધી એ સાબિત ન થાય કે, શખ્સે બાળકીનું ટોપ ઉતાર્યુ અથવા ખોટી રીતે તેના કપડામાં હાથ નાખ્યો હોય. કોર્ટે કહ્યુ હતું કે, જો આવુ થયું છે તો, બાળકી અથવા મહિલાનું સીલ ભંગ થયું છે, તેવું માની શકાય.

કોર્ટે આ કારણે કેસને યૌન ઉત્પીડન માનવાની કરી મનાઈ
જજ પુષ્પા ગણેદીવાલાની એકલ ન્યાયાધીશ પીઠે નિર્ણય સંભળાવતા નિચલી અદાલતથી વ્યક્તિને સંભળાવવામાં આવેલ સજાને સંશોધિત કરી છે. ન્યાયાધીશે કહ્યું કે, શખ્સે કપડા ઉતારી બાળકના શરીરના કોઈ ભાગને ટચ નથી કર્યા અને દબાવ્યા નથી તો, એવામાં અમે યૌન ઉત્પીડનનો આરોપ માની શકશું નહી.
કપડા પહેરેલી બાળકીના સ્તન દબાવવાના કેસમાં IPC ની ધારા 354 હેઠળ થશે સજા
તે સાથે જ કોર્ટે કહ્યું કે, આ આરોપ નિશ્વિત રૂપથી IPC ની ધારા 354 ની એક પરિભાષામાં આવે છે, જે એક મહિલાની વિનમ્રતાને અપમાનિત કરવા માટે દંડિત કરે છે. એવામાં આ કેસમાં કાર્યવાહી યૌન ઉત્પીડનના કેસમાં ન કરી IPC ની ધારા 354 હેઠળ કરવામાં આવે છે. સ્પષ્ટ છે કે, કોર્ટે આરોપીની સજાને ઓછી કરી દીધી છે.

આરોપી અમરુદે ભેટવાના બહાને પીડિતા બાળકીનું કર્યું હતુ ઉત્પીડન
ખરેખર, આ કેસના આરોપી અમરૂદે ભેટવાને બહાનાથી પીડિતા બાળકીને સમજાવી પોતાના ઘરે લઈ ગયો હતો. બાદમાં જ્યારે છોકરીની માતા ઘટનાસ્થળ પર પહોંચી તો, તેણે પોતાની દિકરીને ત્યાં રોતા જોઈ. જ્યારે માંતાએ પૂછ્યુ તો દીકરીએ આખી ઘટના સંભળાવી હતી. ત્યારબાદ મહિલાએ આરોપીની વિરુદ્ધ FRI દાખલ કરાવી.
READ ALSO
- દિલ્હીમાં દુધ-શાકભાજી બંધ કરી દેવાની ચીમકી પણ સંગઠનમાં પડ્યા ફાંટા, શું આંદોલનનો વળાંક બીજી તરફ?
- શેરબજારમાં કડાકો: રોકાણકારોની સંપતિમાંથી 5.37 લાખ કરોડનું ધોવાણ, રૂપિયો 103 પૈસા તૂટીને 73.47 ઊતરી આવ્યો
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો