GSTV
Home » News » ભાગેડુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની તૈયારીઓ તેજ, બોમ્બે હાઈકોર્ટે મેડિકલ રિપોર્ટ માંગ્યો

ભાગેડુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની તૈયારીઓ તેજ, બોમ્બે હાઈકોર્ટે મેડિકલ રિપોર્ટ માંગ્યો

બોમ્બે હાઈકોર્ટને પંજાબ નેશનલ બેંક (PNB)માં કરોડો રૂપિયાના કૌભાંડનાં મુખ્ય આરોપી ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોક્સીની વર્તમાન સ્વાસ્થ્ય સ્તઇતી પર વિશેષજ્ઞોની એક ટીમ રિપોર્ટ આપશે. કોર્ટે આ રિપોર્ટ એટલા માટે માંગ્યો છે, જેથી જાણ કરી શકાય કે, મેહુલ ચોક્સી હવાઈ મુસાફરી માટે સ્વસ્થ છેકે નહી. સાથે જ કોર્ટે ચોક્સીનાં વકીલો પાસે તેનો નવો મેડિકલ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે. ત્યારબાદ ટીમ 9 જૂલાઈએ રિપોર્ટને કોર્ટમાં રજૂ કરશે. આ મામલે આગામી સુનાવણી 10 જૂલાઈએ કરાશે.

ઉલ્લેખનીય છેકે, આની પહેલાં EDએ શનિવારે કોર્ટમાં સોગંધનામું દાખલ કરતાં ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોક્સીને ભાગેડુ જાહેર કરવાની માંગ કરી હતી. સાથે જ EDએ કોર્ટને કહ્યુ હતુકે, મેહુલ ચોક્સીને સોગંદનામુ દાખલ કરવાનો નિર્દેશ કરાય, જેમા તે જલ્દીથી ભારત આવવાની નિશ્વિત તારીખનો ઉલ્લેખ કરે.

EDએ આ દરમ્યાન કહ્યુ હતુકે, આ મામલે મેહુલ ચોક્સીએ ક્યારેય પણ સહયોગ આપ્યો નથી. તેની સામે નોન બેલેબલ વોરંટ ઈશ્યૂ કરાયુ એટલુ જ નહી ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ પણ રજૂ કરી હતી. તેમ છતાં તેણે ભારત આવવાનો ઈનકાર કર્યો હતો, એટલે તે ભાગેડુ છે.

EDએ મુંબઈ કોર્ટની સમક્ષ કહ્યુ છેકે, ચોક્સીને એન્ટીગુઆથી ભારત પરત લાવવા માટે તે મેડિકલ એક્સપર્ટની સાથે એર એમ્બુલન્સ ઉપલબ્ધ કરાવવા માટે પણ તૈયાર છે. ભારતમાં તેનાં ઈલાજની વ્યવસ્થા પણ કરાવાશે. ઉલ્લેખનીય છેકે, મેહુલ ચોક્સીએ અદાલતમાં અરજી કરી હતીકે, ED દ્વારા કોર્ટમાં દાખલ કરેલાં આવેદનને રદ્દ કરવામાં આવે, જેમાં તેને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવાની માંગ કરાઈ છે.

આની પહેલાં ચોક્સીએ કોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યુ હતુકે, વિદેશમાં મેડિકલ તપાસ અને ઈલાજ કરાવવા માટે તેણે જાન્યુઆરી 2018માં દેશ છોડ્યો હતો. સોગંદનામામાં કહ્યુ છેકે, મે દેશને સંદિગ્ધ પરિસ્થિતીમાં છોડ્યો નથી. મેહુલે પોતાને ભાગેડુ જાહેર કરવાના વિરોધમાં સોગંદનામું દાખલ કરતાં કહ્યુ હતુકે, હું ઈલાજ કરાવવા માટે વિદેશ આવ્યો છું, દેશ છોડીને ભાગીને આવ્યો નથી.

ચોક્સીએ સોગંદનામામાં એ પણ કહ્યુ છેકે, હાલમાં હું ઈલાજ માટે એન્ટીગુઆમાં રહી રહ્યો છું, પરંતુ તપાસમાં સહયોગ કરવા માટે તૈયાર છું. તેણે કહ્યુ હતુકે, કોર્ટને તે ઉચિત લાગે તો તપાસ અધિકારીને તે એન્ટીગુઆ મોકલવાનો નિર્દેશ આપી શકે છે. જ્યારે ચોક્સીએ કહ્યુ હતુકે, તપાસમાં સીધી રીતે સામેલ થવા માટે તૈયાર છું, પરંતુ ઈલાજને કારણે ભારત નહી આવી શકુ.

READ ALSO

Related posts

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva

ઉત્તરપ્રદેશમાં CAAના વિરોધ દરમિયાન હિંસા, ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી

Nilesh Jethva

કેન્દ્ર સરકાર અને RSSએ રામ જન્મભૂમિની મર્યાદાને ખંડિત કરી છે: શંકરાચાર્ય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!