GSTV
Home » News » ગોવાના મુખ્યપ્રધાનના સ્વાસ્થ્યનો મામલો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો, કોર્ટે માગ્યો રિપોર્ટ

ગોવાના મુખ્યપ્રધાનના સ્વાસ્થ્યનો મામલો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો, કોર્ટે માગ્યો રિપોર્ટ

બોમ્બે હાઈકોર્ટે ગોવાના મુખ્યપ્રધાન મનોહર પાર્રિકરના સ્વાસ્થ્ય અંગે જાણકારી માગી છે. કોર્ટે રાજ્યના પ્રમુખ સચિવને આ માટે 7 ડિસેમ્બર સુધી સોગંદનામુ રજૂ કરવા કહ્યું છે. આ મામલે વધુ સુનાવણી 11 ડિસેમ્બરે થશે. હાઈકોર્ટે સામાજિક કાર્યકર્તા ટી.ડીમોલોની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં ગોવાના મુખ્ય સચિવના વિશેષજ્ઞ ડોક્ટરોથી પાર્રિકરની તપાસ કરાવે સ્વાસ્થ્ય અંગે જાણકારી માગી છે.

મહત્વનું છે કે મનોહર પાર્રિકરને પૈન્ક્રિયાટીક કેન્સર છે. તેમણે અમેરિકામાં તેનો ઈલાજ કરાવ્યો હતો. પરંતુ 15 સપ્ટેમ્બરે તેમને દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અને એક મહિના બાદ તેમને ડિસ્ચાર્જ કરાય હતા. ત્યારથી તેમના ઘરે ઈલાજ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળ આરોપ લગાવી રહ્યા છે કે મુખ્યપ્રધાન વિના ગોવાની સ્થિતિ બદતર થઈ રહી છે.

ગોવામાં પાછલા 9 મહિનાથી મુખ્યપ્રધાન વિના ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્રિકરના રાજીનામા અને રાજ્ય માટે પૂર્ણકાલિન મુખ્યપ્રધાનની માગ કરી રહી છે. પાછલા દિવસોમાં કોંગ્રેસના 14 ધારાસભ્યોએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો પણ કર્યો હતો.

Read Also 

Related posts

રશિયાની 26 વર્ષની યુવતી, ધરાવે છે વિચિત્ર શોખ

Path Shah

વાહ રે ગુજરાત! મતદાનનો ગૌરવપૂર્ણ કિસ્સો: આદિવાસી યુવકે પોતાનાં પિતાને….

Riyaz Parmar

મતદાન બાદ રોડ-શો કરવા બાબતે PM મોદીને રાહત, કેન્દ્રિય ચૂંટણી પંચે ક્લિનચીટ આપી

Riyaz Parmar