GSTV
Gujarat Government Advertisement

શીખોનાં આ બીજા સૌથી મોટા ધર્મસ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 50 કરોડ રૂપિયાની માંગણીના પત્રથી મચ્યો હડકંપ

બોમ્બ

Last Updated on May 4, 2021 by Bansari

બિહારમાં કોરોનાનાં વધતા જતાં સંક્રમણનાં રિપોર્ટ વચ્ચે આજે સાંજે પાટનગર પટણામાં એક ચોંકાવનારા સમાચાર બહાર આવ્યાં છે. કોઇ અજાણ્યા શખશએ વિશ્વમાં શીખોનાં બીજા ક્રમના સૌથી મોટા તખ્ત શ્રી હરમંદિર પટના સાહિબ અને બાલ લીલા ગુરુદ્વારાને બોમ્બ વિષ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપી છે. શીખોનાં દસમાં ગુરૂ ગોવિંદસિંહનાં જન્મસ્થળ અંગે આપવામાં આવેલી આ ધમકીનાં સમાચાર આવતાની સાથે જ ચકચાર મચી ગઈ છે. આ સનસનાટીભર્યા મામલો બહાર આવતા જ કહેવામાં આવ્યું કે તખ્ત હરમંદિર સાહેબનાં સરનામે રજિસ્ટર્ડ પોસ્ટથી એક પત્ર આવ્યો છે, જેમાં આ ધમકી આપવામાં આવી છે.

બોમ્બ

તાત્કાલિક કાર્યવાહી હાથધરીને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ

હરમંદિર સાહેબને ધમકી મળ્યાનાં સમાચાર વાયુ વેગે ફાલાતા જ વહીવટી કમિટીમાં હડકંપ મચી ગયો. પોલીસને તુરંત જાણ કરવામાં આવી. વહીવટી કમિટીનાં જનરલ સેક્રેટરી મહેન્દ્ર પાલસિંહ ધિલ્લોને બિહારના ડીજીપી એસ.કે.સિંઘલને જાણકારી આપી અને તાત્કાલિક કાર્યવાહી હાથધરીને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તખ્ત શ્રી હરમંદિર મેનેજમેન્ટ કમિટીના જનરલ સેક્રેટરીના નામે, પત્ર પત્રકારનગર પોલીસ સ્ટેશન વિસ્તારનાં મહાત્મા ગાંધીનગર સ્થિત વિસ્તારમાં આવેલા સીએસ કોલોનીનાં કાંતિ ફેક્ટરી રોડ પરથી કિસીન રંજન કુમારના નામથી આવ્યો છે. જેમાં 50 કરોડ રૂપિયાની ખંડણી માંગ કરવામાં આવી છે.

બોમ્બ

પોલીસને માહિતી આપતાં જાનથી મારી નાખવાની ધમકી

વહીવટી કમિટીના જણાવ્યા મુજબ પત્રમાં બે મોબાઇલ નંબર પર સંપર્ક કરવા પણ કહેવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસને માહિતી આપતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. સિટી એસપી જિતેન્દ્ર કુમારે માહિતી આપી છે કે આ ઘટનામાં પ્રથમ દ્રષ્ટીએ તોફાની તત્વોનો હાથ હોય તેવું જણાય છે. સિટી એસપીનાં જણાવ્યા અનુસાર સરકારી કર્મચારીનાં નામે ધમકીભર્યો પત્ર અને મોબાઇલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું કે વર્ષ 2017 માં પણ ચૌક પોલીસ સ્ટેશનનાં તત્કાલીન પીએસઆઇ અશોકકુમાર પાંડેનાં મોબાઇલ પર શ્રી તખ્ત હરમંદિર સાહેબને ઉ઼ડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમાં કોઈને ફસાવવાનો ઇરાદો હોવાનું બહાર આવ્યો હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!