GSTV
Home » News » ગણતંત્ર દિવસે આસામમાં સિરીયલ બોમ્બ બ્લાસ્ટ, કોઈ જાનહાની નથી થઈ

ગણતંત્ર દિવસે આસામમાં સિરીયલ બોમ્બ બ્લાસ્ટ, કોઈ જાનહાની નથી થઈ

ગણતંત્ર દિવસ આસામમાં ઉપરાઉપરી ચાર બોમ્બ ધમાકા થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, બે બ્લાસ્ટ ડિબ્રુગઢમાં એક સોનારીમાં અને અન્ય દુલિયાજનમાં પોલીસ મથક પાસે થયો છે. હાલમાં તો કોઈ સંગઠને આ બ્લાસ્ટની જવાબદારી લીધી નથી.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ તમામ બ્લાસ્ટ સવારે આઠ વાગ્યાની આસપાસ 10-10 મિનીટના અંતરે થયા હતા. જો કે, આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી. કારણ કે, ગણતંત્ર દિવસ હોવાના કારણે મોટા ભાગના લોકો ઘરમાં જ હતા.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, સીસીટીવીમાં જોવા મળ્યું છે કે, મોટરસાઈકલ પર આવેલા બે યુવકો ગ્રેનેડ ફેંકી ભાગી ગયા હતા. હાલમાં પોલીસ અને સુરક્ષાના જવાનો આ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

ભારત માટે સૌથી ખતરનાક છે ટ્રમ્પની આ ડીલ, મોદી લાલજાજમમાં વ્યસ્ત પણ પડોશમાં અપાઈ આ લીલીઝંડી

Ankita Trada

ફ્લાઈટમાં સરખી રીતે તો બેસો ! હવે તો સરકાર પણ કંટાળી

Pravin Makwana

સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે તેવો સવાલ પ્રિયંકા ગાંધીએ પૂછતાં ભાજપે આપ્યો આ વળતો જવાબ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!