પાકિસ્તાનના લાહૌરમાં એક ભીષણ બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકો માર્યા ગયા છે. લાહૌરના અનારકલી વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયાં છે. આ ઘટનાસ્થળે ભારે સંખ્યામાં પોલીસના જવાનો તૈનાત થઈ ગયા છે. ઘાયલોની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
એક રિપોર્ટમા જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં લગભગ 3 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયાં છે. લાહૌર પોલીસના પ્રવક્તા રાણા આરિફે આ મોતની પુષ્ટિ પણ કરી છે.

પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે આ ઘટનાને ધ્યાને લીધી છે અને ડીજીપીને આ સંબંધમાં એક રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ આપ્યા છે. તેમણે અધિકારીઓને ઘાયલ લોકોની દરેક સંભવ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવાના આદેશ આપ્યા છે.
આ ઘટના તુરંત બાદ લાહૌરના ડેપ્યુટી કમિશ્નર ઉમર શેર ચઠ્ઠાએ નાગરિક સુરક્ષા અધિકારીઓમાં એક બોમ્બ સ્કોવ્ડ ટીમને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યા છે અને કહ્યું છે કે, વિસ્તારને સંપૂર્ણપણે નિરીક્ષણ કરો.
લાહૌર ડીસીના નિર્દેશ પર ઘાયલ લોકોને મેયો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલું છે. વિસ્ફોટને લઈને હોસ્પિટલોને તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યા છે.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં