GSTV
Home » News » કેનેડાના ઓન્ટારિયામાં ભારતીય રેસ્ટોરન્ટમાં બોમ્બ બ્લાસ્ટ, બે સંદિગ્ધો CCTVમાં કેદ

કેનેડાના ઓન્ટારિયામાં ભારતીય રેસ્ટોરન્ટમાં બોમ્બ બ્લાસ્ટ, બે સંદિગ્ધો CCTVમાં કેદ

કેનેડાના ઓન્ટારિયામાં ભારતીય રેસ્ટોરન્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ બોમ્બે ભેલ નામની રેસ્ટોરન્ટમાં થયો છે. બોમ્બ વિસ્ફોટની ઘટનામાં 18 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘાયલોને ટોરેન્ટો ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે બે સંદિગ્ધો સીસીટીવીમા કેદ થયા છે.

પોલીસે રેસ્ટોરન્ટમાં આઈઈડી બ્લાસ્ટ થયો હોવાની આશંકા છે. બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ સંદિગ્ધો ફરાર થયા હતા. હુમલખોરની વય 20 વર્ષની આસપાર હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જોકે, કયાં કારણે આ બ્લાસ્ટ થયો તે અંગેનું કારણ હજુ અંકબંધ છે. મહત્વનું છે કે, ઓન્ટારિયાના શહેર ટોરેન્ટોના દક્ષિણ ભાગમાં આવેલું છે.  અહીં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે.

 

Related posts

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

Path Shah

ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

Nilesh Jethva

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ કરી અધ્યક્ષ પદેથી રાજીનામાની ઓફર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!