GSTV
Home » News » ફરી પાછા આ મુદ્દે ટ્રોલ થયા વિવેક ઓબેરોય, યુઝર્સ બોલ્યા- હવે તો પરિપક્વ થઇ જાઓ

ફરી પાછા આ મુદ્દે ટ્રોલ થયા વિવેક ઓબેરોય, યુઝર્સ બોલ્યા- હવે તો પરિપક્વ થઇ જાઓ

સોશ્યલ મીડિયા પર વિવાદીત પોસ્ટ કરીને ચારેતરફથી ઘેરાયેલા રહેતા ફિલ્મ અભિનેતા વિવેક આનંદ ઓબેરોય ફરી એક વખત પોતાની પોસ્ટને લઇને ટ્વિટર પર ટ્રોલ થયા છે. વિવેક ઓબેરોયે શુક્રવારે ટ્વિટર પર ભારતીય ક્રિકેટ ટીમનાં ચાહકો માટે એક જીફ (GIF) પોસ્ટ કરી હતી.

જીફમાં જોઇ શકાય છે કે, એક વ્યક્તિ રસ્તા પર ચાલતા-ચાલતા કાંઇક વિચારી રહ્યો છે, કે એક મહિલા તેની તરફ આવી રહી છે. તેમજ તે તેને ગળે ભેટવાની છે. જો કે તે મહિલા તે માણસને બદલે તેની પાછળ ચાલતી અન્ય વ્યક્તિને ગળે ભેટી પડે છે.

વર્લ્ડકપ-2019નાં સેમિફાઇનલ મેચમાં ભારતની હારનાં સંદર્ભમા વિવેક ઓબેરોયે જીપ પોસ્ટ કરી હતી. તેમજ કેપ્શનમાં લખ્યું હતું કે, વર્લ્ડકપનાં સેમિફાઇનલ મુકાબલામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ક્રિકેટ રસીકોની સ્થિતી આ વ્યક્તિની જેમ જ થઇ છે.

જો કે અમુક યુઝર્સે વિવેક ઓબેરોયનાં આ ટ્વિટને સોશ્યલ મીડિયા પર પસંદ નહોતું કર્યુ.

એક યુઝરે જણાંવ્યું કે, શ્રી ઓબેરોય જી, પરિપક્વ બની જાઓ નહિંતર લોકો હંમેશા તમને હલ્કામાં ગણશે.

બીજા યુઝર્સે જણાંવ્યું કે, ભારતીય ટીમને સન્માન આપો. વિવેકને કહ્યું કે, ક્રિકેટરો પોતાનાં દેશ માટે રમ્યા અને સેમિફાઇનલ મુકાબલા સુધી પહોંચ્યાં. તમારી જેમ નથી જે, દરેક વખતે ફ્લોપ ફિલ્મની સાથે જ દસ્તક આપે છે. ભારતીય ટીમને સન્માન આપો.

અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું કે, તમે પણ કારકિર્દીની આકાંક્ષાઓનો પીછો કરીને તમારી સાથે પણ આવું જ થયું. મને જણાવો કે તમારી કોઇ ફિલ્મે 50 કરોડ રૂપિયાની કમાણી કરી હોય. મને તે જોવું ગમશે.

અભિનેતા વિવેકને આ વર્ષે જ મે મહિનામાં એક્ઝિટ પોલ દરમિયાન સોશ્યલ મીડિયા પર આકરી ટીપ્પણીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેમણે ફિલ્મ અભિનેતા ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાન પર આધારીત એક અપ્રિય મીમ શેર કર્યુ હતું.

READ ALSO

Related posts

સરકારે નળ સરોવરના રક્ષણ માટે એક્શન પ્લાન ઘડ્યો, 11 ઉચ્ચ અધિકારીઓને બનાવ્યા ટાસ્કફોર્સના સભ્ય

Mayur

જ્યારથી પદ સંભાળ્યું છે ભગવાનને પૂછુ છું- મને CM કેમ બનાવ્યો?

Bansari

અફઘાનિસ્તાનથી આવેલું 600 કરોડનું હેરોઈન જપ્ત, લક્ઝરી કારથી થવાનું હતુ સપ્લાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!