GSTV
Home » News » એક સમયે હતી અપ્સરા જેટલી સુંદર આ અભિનેત્રી, ભયંકર બીમારીને કારણે ઉતરી ગયા વાળ

એક સમયે હતી અપ્સરા જેટલી સુંદર આ અભિનેત્રી, ભયંકર બીમારીને કારણે ઉતરી ગયા વાળ

60 અને 70ના દશકમાં મુમતાઝ લાખો લોકોના દિલ પર રાજ કરતી હતી. પોતાની અદાઓ સાથે મુમતાઝ જ્યારે પણ રૂપેરી પડદે આવતી ત્યારે લોકોના દિલોની ધડકન થંભી જતી. પરંતુ જેવું કહેવામાં આવે છે કે જ્યારે પણ ખરાબ સમય આવે છે ત્યારે બધુ જ નષ્ટ થઇ જાય છે. મુમતાઝના જીવનમાં પણ ખરાબ સમય આવ્યો જેના કારણે તેનું આખું જીવન જ બદલાઇ ગયું.

આજે તેમની હાલત એવી છે કે તેમને ઓળખવા પણ મુશ્કેલ થઇ ગયા છે. મુમતાઝ આજે પોતાનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ચાલો તો તેના પર્સનલ અને પ્રોફેશનલ જીવન પર એક નજર કરીએ.

મુમતાઝે 1960માં ફિલ્મ ‘ગહરા દાગ’થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં મુમતાઝને ફિલ્મોમાં નાના રોલ મળતાં હતાં.

ધીમે-ધીમે મુમતાઝને લીડ રોલ મળવા લાગ્યાં. મુમતાઝે એક પછી એક 16 ફિલ્મોમાં કામ કર્યુ. મુમતાઝે અનેક ફિલ્મોમાં એક્ટર અને રેસલર દારા સિંહ સાથે પણ આવી. આ સાથે જ મુમતાઝ પર સ્ટંટ ફિલ્મ હિરોઇનનું ટેગ લાગી ગયું. દારા એક ફિલ્મ માટે 4.50 લાખ રૂપિયા ફી લેતાં હતા. ત્યારે મુમતાઝની ફી 2.50 લાખ રૂપિયા હતી.

દારા સિંહ અને મુમતાઝ એકબીજાને પસંદ કરતાં હતાં. મુમતાઝની બહેનના લગ્ન દારા સિંહના ભાઇ એસએસ રંધાવા સાથે થયાં હતાં પરંતુ જેમ જેમ મુમતાઝ આગળ વધતી ગઇ તેમ તેમની વચ્ચેનું અંતર વધતું ગયુ. એક ઇન્ટરવ્યુમાં દારા સિંહે કહ્યું હતું કે, બોલીવુડે મારી પાસેથી મુમતાઝ છીનવી લીધી.

મુમતાઝે દશકાઓ સુધી બોલીવુડ પર રાજ કર્યુ. તેમણે રાજેશ ખન્ના, શશિ કપૂર, રાજેન્દ્ર કુમાર અને ધર્મેન્દ્ર સાથે અનેક હિટ ફિલ્મો આપી. 1970માં ફિલ્મ ‘ખિલૌના’ માટે મુમતાઝને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. મુમતાઝે રાજેશ ખન્ના સાથે સતત 10 હિટ ફિલ્મો આપી છે. 1977માં ફિલ્મ ‘આઇના’ બાદ તેણે મયૂર માધવાની સાથે લગ્ન કરી લીધાં.

લગ્ન બાદ તેઓ સંપૂર્ણપણે લાઇમલાઇટથી દૂર થઇ ગયા. તે પછી એક દિવસ એવી ખબર આવી કે મુમતાઝને કેન્સર છે. મુમતાઝ આ વાત જાણીને ભયભીત થઇ ગઇ હતી કે તેને બ્રેસ્ટ કેન્સર છે. પરંતુ જલ્દી તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી અને કિમોથેરાપીના કારણે તેમની હાલત વધારે ખરાબ થતી ગઇ.

તેમના એટલાં વાળ ઉતરી ગયાં હતાં કે તેમની પાંપણ અને આઇબ્રોના વાળ પણ ખરી ગયાં હતા. 2006માં એક ઇન્ટરવ્યુંમાં મુમતાઝે જણાવ્યું હતું કે, વાળ ખરી જવાના કારણે મારા પતિ મારા પતિ મારા માટે વિગ લઇને આવતાં હતાં જેને પહેરવા માટે હું મજબૂર હતી. પરંતુ હું વિગ પહેરવાનું અવોઇડ કરતી હતી અને સ્કાર્ફ પહેરતી હતી.

મુમતાઝની હાલત કથળી ચુકી હતી અને હોસ્પિટલમાં તેમના પરિવારજનો તેમની સાથે જ રહેતા હતાં પરંતુ મુમતાઝે કેન્સર સામે જંગ લડી. લાંબી સારવાર બાદ તેમણે કેન્સરને માત આપી.

કેન્સરમાં મુમતાઝે જે પણ દવાઓ લીધી અને ઇલાજ થયો તેના કારણે તેમનું વજન એટલું વધી ગયું કે તેમને ઓળખવા મુશ્કેલ થઇ ગયાં. આજે તમે મુમતાઝને જોશો તો દંગ રહી જશો. મુમતાઝ હાલ મુંબઇથી દૂર લંડનમાં રહે છે.

Related posts

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel

આ કંપનીએ બનાવ્યુ દુનિયાનું પહેલું સોનાનું ATM કાર્ડ, લાખોમાં છે કિંમત

Mansi Patel

એર ઈન્ડિયાની મુશ્કેલીઓમાં થયો વધારો,120 પાયલોટોએ આપ્યા રાજીનામા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!