GSTV
Home » News » સૌથી મોંઘા ઘરનો માલિક બન્યો ટાઈગર, બિગ-બીને પણ પાછળ છોડ્યા

સૌથી મોંઘા ઘરનો માલિક બન્યો ટાઈગર, બિગ-બીને પણ પાછળ છોડ્યા

એવું લાગી રહ્યું છે કે હાલમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘બાગી 2’ બાદ ટાઈગર શ્રોફ વધુ માલામાલ થઈ ગયા છે. અરે એવું અમે કહેતા નથી, પરંતુ હાલમાં ટાઈગર સાથે જોડાયેલા એક સમાચાર આ બાબત તરફ ઈશારો કરી રહ્યાં છે. સમાચાર મુજબ, ટાઈગર શ્રોફને પોતાના સપનોનું ઘર મળી ગયુ છે અને તેના માટે તેમણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

ખરેખર, છેલ્લા થોડા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે ટાઈગર મુંબઈમાં એવા ઘરની એવા ઘરની શોધમાં છે, જેમાં ઓછામાં ઓછા 8 બેડરૂમ હોય. હવે આ પ્રકારના ઘરની તલાશ કરવી મુંબઈમાં સહેલુ નહતું, પરંતુ ટાઈગરનુ આ સપનુ પૂર્ણ થઈ ગયુ છે અને તેઓ આ ઘરમાં વર્ષ 2019ના અંત સુધીમાં શિફ્ટ થઇ શકે છે.

સૂત્રો મુજબ, ટાઈગરે આ ઘર મુંબઈના ખારમાં લીધુ છે, જેમાં 8 બેડરૂમ છે. જાણકારી મુજબ, ટાઈગરના આ ઘરને બોલીવુડ અભિનેતા જૉન અબ્રાહીમના ભાઈ એલેન ડિઝાઈન કરી રહ્યા છે. એલેન શાનદાર ઈન્ટિરિયર ડિઝાઈનર છે અને તેમણે આ પહેલા ઘણા સેલિબ્રિટીઝના ઘર ડિઝાઈન કર્યા છે.

કામની વાત કરીએ તો ટાઈગર અત્યારે ‘સ્ટુડન્ટ ઑફ ધ ઈયર 2’ ફિલ્મનુ શુટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ટાઈગરની સાથે બે અભિનેત્રી અનુક્રમે આહના પાંડે, તારા સુતારિયા બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મ વર્ષ 2012માં આવેલી ‘સ્ટુડન્ટ ઑફ ધ ઈયર’ની ફ્રેન્ચાઈઝી છે, જેમાં આલિયા, સિદ્ધાર્થ અને વરૂણે બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું.

આ પહેલા ટાઈગર શ્રોફ ‘બાગી 2’ ફિલ્મમાં જોવા મળ્યા હતાં. આ ફિલ્મમાં ટાઈગર સાથે પ્રથમ વખત તેની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટની રૂપેરી પડદે જોવા મળી હતી. ફિલ્મે બોક્સ ઑફિસ પર જબરજસ્ત કમાણી કરી હતી. ‘બાગી 2’ને અહમદ ખાને ડાયરેક્ટ કરી હતી.

Related posts

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

Path Shah

ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

Nilesh Jethva

અડવાણીએ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા અને કહી આ વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!