કોઇએ યોગ્ય રસ્તો બતાવ્યો નથી, કોઇ મારું ગોડફાધર નથી

ટેલીવિઝનનાં વિવાદીત શો બિગ બોસ સીઝન-5થી ઇન્ડિયામાં લોકપ્રિયતા મેળવનારી એક્ટ્રેસ સની લિયોનીને પહેલ વખત ડાયરેક્ટર મહેશ ભટ્ટે જોઈ ત્યારે તેમણે મનોમન નક્કી કર્યુ હતું કે, ‘હું તેને બોલીવૂડમાં જગ્યા આપીશ’. ત્યાર પછી મહેશ ભટ્ટે સન્ની લિયોનીને ફિલ્મ ‘જિસ્મ-2’માં લીડ રોલ માટે સાઇન કરી. જે પ્રપોઝલ અભિનેત્રીએ સ્વીકારી લીધી હતી.

ત્યારબાદ તો સની લિયોની બેલીવૂડની હોટ ટોપિક બની ગઈ હતી. આ ફિલ્મ બાદ સન્ની લિયોની રાગીણી એમએમએસ-2માં કામ મળ્યું અને જીસ્મ-2ની જેમ અન્ય ફિલ્મોમાં પણ સનીએ પોતાની અદાથી લોકોનાં દિલ જીતી લીધા હતાં.

તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન સની લિયોનીએ કબુલ્યું હતું કે જ્યારે હું અહિ આવી ત્યારે મારી પાસે કોઈ કામ ન હતું. જે મને સાચો રસ્તો બતાવે. તેમજ મારા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કોઇ ગોડ ફાધર પણ ન હતાં. અહિં મને કોઇએ માર્ગદર્શન આપ્યું ન હતું. મારૂ મજબૂત રહેવું એજ મારા માટે કારગત નિવડ્યું,જેનું પરિણામ તમારી સામે છે. 

સનિ લિયોની જણાવે છે કે ઇન્ડસ્ટ્રીમાં મને ‘હા મેમ, જી મેમ’ કરવા વાળા ઘણાં લોકો મળ્યા. એવા લોકો પણ મળ્યા જેણે મને સફળતાનો શ્રેય લેવામાં પાછળ ન રહ્યા.

સનિ જણાવે છે કે ઘણાં એવા લોકો પણ હોય છે અહિં તમારે હિંમતપૂર્વક કામ લેવું પડે છે. જો ઇન્ડસ્ટ્રીમાં તમારો હાથ પકડવા વાળો કોઇ નથી, તો ટકિ રહેવું મુશ્કેલ છે. હું એવા લોકોને જવાબ આપવા માંગુ છે કે મારી પાસે આવું કાંઈ ન હતું,તેમ છતાં હું ખુશ છું.  મારી કેરીએર ને જે સ્થાન પ્રાપ્ત થયું છે. તે બધાને ખબર છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter