GQ Awardમાં બોલિવુડ સ્ટાર્સે શામને કંઇક આવી રીતે બનાવી શાનદાર

GQ એર્વોડની શામને શાનદાર બનાવવા માટે બોલિવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. જ્યાં બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાન, દીપિકા પદુકોણ, નવાઝુદ્દિન સિદ્દીકી સહિતના કલાકારોએ હાજરી આપી હતી. ત્યારે આ સ્ટાર્સનો અંદાજે બયાં કંઇક આવો રહ્યો.

સ્વપ્નિલ શિંદે દ્વારા તૈયાર કરવામાં આવેલા આઉટફિટ પહેરી દીપિકાએ જબરદસ્ત એન્ટ્રી મારી. બ્લેક લેધર પેન્ટ અને સ્પાર્કિંગ સ્ટોનના કારણે તે કાફી સેક્સી લાગી રહી છે.

ડ્રિમ ગર્લના અંદાજમાં ગાઉન પહેરી ચિત્રાંગદા સિંહ બીજી શો સ્ટોપર બની હતી અને એર્વોડની શામને શાનદાર બનાવી દીધી હતી.

નવાબ સૈફ અલી ખાન ચાર્મિંગ અને હેન્ડસમ અંદાજમાં રિયલ નવાબને છાજે તેવા આઉટફિટ પહેરી નવાબી એન્ટ્રી સાથે આવી પહોંચ્યા હતા.

ઝિબ્રા કોટમાં કરન જોહરે પણ પોતાની સ્ટાઇલથી બીજા સ્ટાર્સને શોક કરી દીધા હતા, જે સનગ્લાસીસમાં કાફી પ્રભાવિત લાગી રહ્યો હતો.

તો સિમ્પલ પણ કીફાયતી અંદાજમાં રાધિકા આપ્ટેએ કોટ પેન્ટમાં એન્ટ્રી મારી હતી.

   

જ્યારે મંન્ટો સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના આઉટફિટથી કાફી કમ્ફર્ટેબલ લાગી રહ્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter