GSTV

સંજય દત્ત કે સલમાન ખાન જ નહીં, આ બોલિવુડ સ્ટાર્સ પણ જઈ ચુક્યા છે જેલ

બોલિવુડ સ્ટાર્સ

બોલિવૂડની વાત કરીએ તો સંજય દત્ત અને સલમાન ખાન એવા એક્ટર છે જેઓ જેલમાં જઈ આવ્યા છે. જેલમાં જનારા ફિલ્મી એક્ટરોની વાતમાં આ બે નામ જ હોઠે ચડેલા છે પણ બીજા પણ ઘણા છે જેના વિશે ફેન્સને ખાસ જાણકારી નથી. બોલિવૂડની એવી હસ્તીઓ છે જે જેલમાં ગઈ છે પરંતુ બદનામીના ડરથી તેમણે આ વાત શેર કરી ન હોય તેમ બની શકે.

બોલિવુડ સ્ટાર્સ

જોકે આ તમામમાં સંજય દત્ત મોખરે છે. તેણે સૌથી વધુ સમય જેલમાં પસાર કર્યો છે. 1993માં ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં તેને સજા થઈ હતી. એક વાર તો સળંગ 18 મહિના જેલમાં હતો. બીજી વાર તેને પાંચ વર્ષની કેદ થઈ હતી.

બોલિવુડ સ્ટાર્સ

સલમાન ખાનને એક વાર કાળા હરણના શિકાર માટે અને બીજી વાર હિટ એન્ડ રન કેસમાં જેલમાં જવું પડયું હતું. કાલા હરણના કેસમાં તેને પાંચ વર્ષની સજા થઈ હતી.

બોલિવુડ સ્ટાર્સ

ગેંગસ્ટર, ભૂલ ભુલૈયા, વો લમ્હે,  લાઇફ ઇન મેટ્રો જેવી ફિલ્મો કરનારા શાઇની આહુજા પર પોતાની નોકરાણી પર રેપ કરવાનો આરોપ લાગ્યો હતો અને તે જેલની હવા ખાઈ આવ્યો છે.

બોલિવુડ સ્ટાર્સ

કોમેડિયન રાજપાલ  યાદવ પર નાણાની લેવડદેવડના ઘણી વાર આરોપ થયા છે અને આ કારણે તે વારંવાર જેલમાં જઈ આવ્યો છે.

બોલિવુડ સ્ટાર્સ

ફરદીન ખાન પર પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવાનો કેસ થયો હતો જેમાં તેણે થોડા દિવસ માટે જેલની હવા ખાવી પડી હતી.

બોલિવુડ સ્ટાર્સ

બોલિવૂડ સિંગર અંકિત તિવારી આશિકી-2ના ગીતોથી લોકપ્રિય બન્યો હતો. તેની ઉપર તેની જ પ્રેમિકા પર રેપ કરવાનો આરોપ લાગ્યો હતો અને એક સપ્તાહ જેલમાં જવું પડ્યું હતું ત્યાર બાદ તેને જામીન મળ્યા હતા.

બોલિવુડ સ્ટાર્સ

સદગત ઇન્દર કુમાર પર એક વાર એક મોડેલ પર રેપનો આરોપ લાગ્યો હતો પરંતુ તેમને જામીન મળ્યા હતા. આમ છતાં અગાઉ તો તેમને જેલમાં જવું જ પડયું હતું.

Read Also

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!