બોલિવુડ સ્ટાર્સના આ ડુપ્લિકેટને જોઇ તમે શોક થઇ જશો, સૈફનો ડુપ્લિકેટ કામ કરે છે ઇન્ડિયન ઓઇલમાં !

કહેવાય છે કે દુનિયામાં તમારા જેવા દેખાતા સાત લોકો તમારા ડુપ્લિકેટ હોય છે. આજે બોલિવુડના કેટલાક એવા સ્ટાર્સની વાત કરવાની છે જેમના ડુપ્લિકેટને જોઇ તમે શોક થઇ જશો. આ ડુપ્લિકેટને તમે બોલિવુડ અને હોલિવુડ ફિલ્મોમાં જોઇ ચૂક્યા હશો, પરંતુ કેટલાક એવા કોમન મેન પણ છે જે બોલિવુડ સ્ટાર્સ કરતા પણ વધારે પોપ્યુલર છે.

સલમાન ખાનનો આ બોડી ડબલ સલમાન ખાનની તમામ ફિલ્મોના એક્શન કરે છે અને લોકો સલમાન જેટલા જ ઓટોગ્રાફ તેની પાસેથી પણ માગે છે. એટલે કે સલમાન જેટલો જ પોપ્યુલર છે સલમાનનો હમશક્લ.

તો સલમાનની માફક જ સલમાનના ભાઇ અરબાઝનો પણ ડુપ્લિકેટ છે, પણ તે અરબાઝ કરતા ઘણો પોપ્યુલર છે. અરબાઝ ખાનને જ્યારે પણ જુઓ ત્યારે ટેનિસની રમતના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરની જ યાદ આવે… શું તમને એવું નથી લાગતું

બોલિવુડ અને હોલિવુડનું કનેક્શન તો ઘણું જૂનું છે, રિતિક રોશન અને હોલિવુડ સુપરસ્ટાર બ્રેડલી કુપર જ્યારે ભાઇઓ હોય તેવા જ લાગે છે.

ઝરીન ખાને બોલિવુડ ફિલ્મ વીરથી એન્ટ્રી મારી હતી. જે સલમાન ખાનની જ ખોજ હતી. પણ સલમાન ખાનની આ ખોજ હવે બોલિવુડમાં ક્યાંય દેખાતી નથી, પણ હા કેટરિનાનો સિતારો બુલંદ છે.

પ્રિતમની અદ્દલ કોપી લાગતો સાહિલ મકિઝા પ્રોફેશનથી પણ મ્યુઝિક ડિરેક્ટર જ છે.

જ્હોન અબ્રાહમને તેનો આ હમશક્લ મળ્યો હતો મોલમાં. જે પછી આ બંન્નેનો ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયેલો.

અને આ છે રણબીર કપૂરની ઝેરોક્ષ કોપી, જેને જોયા બાદ રણબીરના પિતા રિષી કપૂર પણ ધોખો ખાઇ ગયા હતા. કુંભના મેળામાં ખોવાઇ ગયેલા બે ભાઇઓ કે જુડવા ફિલ્મ રિપીટ થઇ હોય તેવું લાગ્યા વિના નથી રહેતું.

સલમાન ખાન એશ્વર્યાનો પ્રેમ ભૂલી નહોતો શકતો એટલે તેણે સ્નેહા ઉલ્લાસને બોલિવુડમાં લકી ફિલ્મથી એન્ટ્રી અપાવી. પણ એશ્વર્યાની આ ડુપ્લિકેટના હાલ પણ ઝરીન ખાન જેવા જ થયા.

અમેરિકન એક્ટર ચાર્લી શીન અને આપણા બોલિવુડ સ્ટાર જીતેન્દ્રને જ જોઇ લો. લાગે છે ને ઝેરોક્ષ કોપી

નવાબ સૈફ અલી ખાનનો આ ડુપ્લિકેટ ઇન્ડિયન ઓઇલમાં કામ કરે છે, પણ દેખાવે તો તે નવાબ જ છે.

અજય દેવગનના આ ડુપ્લિકેટને જોયા બાદ તો ખૂદ અજય દેવગન પોતાના પર વિશ્વાસ નહોતા કરી શકતા કે આ માણસ તેની અદ્દલ કોપી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter