તાજેતરમાં પોલિટિશયન બાબા સિદ્દિકી અને તેમના દિકરા જીશાન સિદ્દિકીએ ઇફ્તાર પાર્ટી હોસ્ટ કરી હતી. શાહરૂખ ખાન,સલમાન ખાન, પિતા સલીમ ખાન, ગર્લફ્રેન્ડ યૂલિયા વંતુર, ભાઇ સોહેલ ખાન, બહેન અર્પિતા ખાન પાર્ટીમાં જોવા મળ્યા હતા.
શાહરૂખ ખાન અને સલમાન ખાનના પરિવાર સિવાય, કેટરિના કૈફ પ્રિટી ઝિંટા, હિમેશ રેશમિયા, કૃષ્ણા અભિષેક પત્ની કાશ્મીરા સાથે, આદિત્ય પંચોલી, સૂરજ પંચોલી, ડિરેક્ટર કબીર ખાન પત્ની મિની માથુરની સાથે, સોનૂ સૂદ અને ડિરેક્ટર સુભાષ કપૂર સહિત બીજા બોલિવુડના સેલેબ્સ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.