GSTV

બોલિવુડના સિંઘમે કોરોનાના કપરા કાળમાં કર્યું એવું કાર્ય કે અન્ય સિતારાઓ પણ રહી ગયા જોતા

અજય

Last Updated on June 14, 2021 by pratik shah

બોલિવુડના સિંઘમ અજય દેવગણના એનવાઇ ફાઉન્ડેશન કોરોના મહામારીમાં લોકોની મદદ માટે આગળ આવ્યું છે. ઘાતક કોરોના કાળમાં મહત્વનું કાર્ય કર્યુ છે. આ ફાઉન્ડેશનને ૧૦હજાર લોકોને ભોજન પણ આપ્યું છે અને બીજી બાજુ બોલીવૂડના ૧૦૦૦ ઇન્ડસ્ટ્રી વર્કર્સ, મીડિયા પ્રોફેશનલ અને સામાન્ય જનતાને કોરોના વાયરસથી રક્ષણ અપાવા માટે રસીકરણ કેમ્પની શરૂઆત કરી છે.

અજય દેવગણના ફાઉન્ડેશન હેઠળના કેમ્પમાં વેક્સિનનું અભિયા જોર શોરમાં ચાલી રહ્યું છે. અજયે એનવાય ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. બીજી તરફ અભિનેતાએ કહ્યું હતું કે, અમે એવા ક્ષેત્ર સાથે સંકળાયેલા છીએ જેમાં અમારે ઘરની બહાર જવું પડતું હોય છે. તેમજ અમારા ફીલ્ડના મીડિયાકર્મીઓને તસવીરો તેમજ ન્યુઝ મેળવવા માટે પોતાના જીવનું જોખમ ખેડવું પડતું હોય છે. તેથી તેમને વેક્સિન માટે પ્રેરણા આપીને રસીકરણ કરીને જીવને જોખમમાં જતા બચાવ્યો છે.

શિવાજીપાર્કમાં ૨૦પથારીઓ વાળી કામચલાઊ હોસ્પિટલ કરી ઉભી

અજય

અજય પોતાની રીતે કોરોના મહામારીમાં જરૂરિયાતોની મદદ કરી રહ્યો છે. અભિનેતાએ દાદરના શિવાજીપાર્કમાં ૨૦પથારીઓ વાળી કામચલાઊ હોસ્પિટલ પણ ઊભી કરી છે.હવે તેણે વેક્સિન કેમ્પ લગાડીને ફરી મદદ કરી છે.

READ ALSO

Related posts

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!