બોલિવૂડમાં ઘણા હિટ સોંગ આપનારી સિંગર મોનાલી ઠાકુરે તાજેતરમાં જ ચોરીછૂપીથી લગ્ન કરી લીધા હોવાની કબૂલાત કરી છે. જોકે તેણે એ દિવસે એવી કબૂલાત કરી ન હતી કે લગ્નના દિવસે જ તેના પતિને ભારતની બહાર મોકલી દેવામાં આવ્યો હતો. તેને આખો દિવસ એરપોર્ટ ઉપર કેદીની માફક કસ્ટડીમાં રખાયો હતો. એ સમયે બોલિવૂડની આ સિંગર રજિસ્ટ્રાર ઓફિસમાં બેસીને તેના પતિની રાહ જોઈ રહી હતી. સિંગરે આ અંગે આટલા સમય બાદ હવે ખુલાસો કર્યો છે.

વિઝા યોગ્ય નહીં હોવાથી તાત્કાલીક અસરથી કસ્ટડીમાં લઈ લેવાયો
હકીકતમાં 2017માં મોનાલીએ તેના બોયફ્રેન્ડ માઇક રિચર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના દિવસે જ માઇકને એરપોર્ટ પર રોકી લેવામાં આવ્યો હતો. તેની પાસે યોગ્ય વિઝા ન હતા. મોનાલીએ કહ્યુ કે કોઈ મુરખે કહી દીધું તે વિઝાની જરૂર નથી. હકીકતમાં માઇક પાસે જર્મનીનો પાસપોર્ટ હતો. તે સીધો જ ભારત આવી પહોંચ્યો. ભારત આવ્યો ત્યારે તેને વિઝા નહીં હોવા બદલ તાત્કાલિક અસરથી કસ્ટડીમાં લઈ લેવાયો હતો. મોનાલીએ કહ્યું કે એક તરફ તેના લગ્ન હતા અને તેને એરપોર્ટ પર બેસાડી રખાયો અને જર્મની પરત મોકલી દેવાયો હતો.
પછી શુ થયું?
મોનાલી કહે છે કે તેણે ભારત સરકાર અને ગૃહમંત્રાલય પાસે મદદ માગી. સમગ્ર પરિસ્થિતિ જાણ્યા બાદ સરકારે તેને મદદ કરી. આ સમયે માઇક અબુધાબી પહોચી ગયો હતો. તેને પાછો બોલાવવામાં આવ્યો. તે પરત ફર્યો અને પછી મોનાલી સાથે લગ્ન કર્યા. એક ઇન્ટરવ્યૂમાં મોનાલીએ આ આખો ઘટનાક્રમ કહ્યો હતો.
- ‘હું જીવનના મુશ્કેલ સમયમાં છું’ લખીને અભિનેત્રી કાજોલે તમામ પોસ્ટ ડિલીટ કરી, સોશિયલ મીડિયામાંથી લીધો વિરામ
- અમરનાથ યાત્રાની સુરક્ષા તૈયારીઓને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
- Solo Traveling: શું તમે એકલા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો? ભૂલથી પણ ન કરો આ 6 ભૂલો
- નેપાળ/ કાઠમંડુના મેયરે પોતાની ઓફિસમાં ગ્રેટર નેપાળનો નકશો લગાવ્યો, હિમાચલથી માંડીને બિહાર સુધીના વિસ્તાર પોતાના ગણાવ્યા
- અમેરિકાની જાસૂસી માટે ચીનને શોધ્યો નવો ઉપાય, હવે આ પાડોશી દેશી મદદ લેશે