જવાનોની શહાદત પર ચોધાર આંસુએ રડી રહ્યો હતો દેશ, બોલીવુડમાં ચાલી રહી હતી પાર્ટીઓ!

કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયાં. આ ભયટાનક હુમલાનો અંદાજ ત્યારે જ લગાવી શકાયો જ્યારે જવાનોના પાર્થિવ શરીરને ઓળખવા પણ મુશ્કેલ બન્યા. એક તરફ આ ઘટનાથી દેશભરમાં આક્રોશ છે ત્યાં બોલીવુડમાં 14 ફેબ્રુઆરીની રાત વેલેન્ટાઇન ડે અને પાર્ટીઓની રંગીનીઓમાં પસાર થઇ ગઇ.

કોઇએ બર્થ ડે સેલિબ્રેટ કર્યો તો કોઇ મ્યુઝીક કોન્સર્ટમાં નજરે પડ્યુ. ઘણાં સ્પોર્ટસ સ્ટાર્સ કોન્સર્ટમાં નજરે પડ્યા. કોઇએ આ સમયની ગંભીરતા સમજીને કાર્યક્રમો રદ્દ કર્યા.

કેટલાંક બોલીવુડ સેલેબ્સના તો એવા હાલ હતાં કે સોશિયલ મીડિયા પર કેટલાંક શબ્દોથી શહીદોને શ્રદ્ધાંજલી આપવાનો પણ તેમની પાસે સમય ન હતો. તેવામાં મિલેનિયમ સ્ટાર કહેવાતા અમિતાભ બચ્ચન, કિંગ ખાનનો દરજ્જો મેળવી ચુકેલા શાહરૂખ ખાન પણ આમા પાછળ ન રહ્યાં. અમિતાભે શહીદો માટે કંઇક લખવાના બદલે એક બાળકનો વીડિયો શેર કર્યો.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ સાથે એક સ્પોર્ટ્સ ઇવેન્ટમાં વ્યસ્ત હતા.

કરીના, કરિશ્મા પોતાના પિતા રણધીર કપૂરના બર્થ ડે સેલિબ્રેશનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સૈફ પણ કપૂર પરિવાર સાથે સ્પોટ થયો હતો.

પુનીત મલ્હોત્રાએ પોતાના ઘરે એક પાર્ટી થ્રો કરી હતી જેમાં અનન્યા પાંડે, અથિયા શેટ્ટી, કાર્તિક આર્યન, નેહા કક્કડ જેવા સેલેબ્સ પહોંચ્યા હતા.

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ પણ પોતાનું સૉન્ગ લૉન્ચ પુલવામા હુમલામાં શહીદ જવાનોના સન્માનમાં કેન્સલ કરી દીધું હતુ. ગોલ્ડી ગોલ્ડન પ્રિવીકા સૉન્ગ 15 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યો લૉન્ચ થવાનું હતુ. આ અંગેની જાણકારી પ્રિન્સે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આપી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter