GSTV

BIG NEWS : બોલિવૂડ સુપર સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું કેન્સર, થોડા સમય માટે કામમાંથી લીધો બ્રેક

બોલિવૂડ સુપર સ્ટાર સંજય દત્તના સ્વાસ્થ્યને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફિલ્મ સમિક્ષક કોમલ નાહટાએ ટ્વિટ કર્યું છે કે સંજય દત્તને ત્રીજા સ્ટેજનું કેન્સર છે. તેમના અહેવાલ મુજબ એક્ટર સંજય દત્તને લંગ કેન્સર છે. સુત્રોના જણાવ્યાં પ્રમાણે સંજય દત્ત કેન્સરની સારવાર માટે અમેરિકા જશે. નોંધનીય છે આ પહેલા સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પહેલા સંજય દત્તે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ થોડા સમય માટે ફિલ્મમાંથી બ્રેક લેવા માગે છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેઓ ઘરે આરામ કરવા માગતા હતા. જો કે ત્યાર બાદ તેમને કેન્સર હોવાની વાત સામે આવતા તેમના ફેન્સમાં ચિંતાનો માહોલ થવાઈ ગયો હતો. બધા ફેન્સ તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

આજે લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા

બોલીવુડ અભિનેતા સંજય દત્ત આજે લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને પોતાના ઘરે પહોંચી ચુક્યા છે. તેમનો ઓક્સિજન સેચુરેશન લેવલ ઘણું ઓછું હતું. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.61 વર્ષિય અભિનેતાને હોસ્પિટલમાં એડમિટ થયા બાદ તેમને આઈસીયુમાં ઓબઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. તેમનું ફુલ બોડી ચેકઅપ થયું હતું. આરટી પીસીઆર માટે સ્વેબ ટેસ્ટ પણ લેવામાં આવ્યો. તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો. અભિનેતા સંજય દત્તના સ્વાસ્થ્યને લઈને સમાચાર આવતા જ તેમના ચાહકો પરેશાન થઈ ગયા હતા. એવામાં સંજય દત્તે હોસ્પિટલમાંથી સોશિયલ મીડિયા દ્વારા મેસેજ શેર કરી તેઓએ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ અને તેમના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો.

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

સાંસદોના ધરણા/ આખી રાત સંસદની બહાર ધરણા કરશે સાંસદો, આપના સાંસદે તો ચાદર અને તકિયા પણ મગાવ્યા

Pravin Makwana

BIG NEWS/ દિપીકા પાદુકોણનું નામ આવ્યુ સામે, ડ્રગ્સ કનેક્શનમાં અભિનેત્રીએ કરેલા ચેટમાંથી રહસ્યો ખુલ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!