GSTV
Home » News » PoKમાં ઘુસીને આતંકીઓનો સફાયો, પીએમ મોદીની આ રીતે વાહવાહી કરી રહ્યું છે બોલીવુડ

PoKમાં ઘુસીને આતંકીઓનો સફાયો, પીએમ મોદીની આ રીતે વાહવાહી કરી રહ્યું છે બોલીવુડ

પુલવામા હુમલા બાદ ભારતે મોટી કાર્યવાહીને અંજામ આપતાં પીઓકેમાં ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આશરે 10 ઠેકાણાઓને તાબહ કરી નાંખ્યા. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા હુમલા પછી, આઇએએફએ મોટી કામગીરી કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાના 24 કલાકની અંદર મોટી કામગીરી કરવાનો નિર્ણય લીધો હતો.

પુલવામા હુમલા બાદ ભારતે મોટી કાર્યવાહીને અંજામ આપતાં પીઓકેમાં ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આશરે 10 ઠેકાણાઓને તાબહ કરી નાંખ્યા. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા હુમલા પછી, આઇએએફએ મોટી કામગીરી કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાના 24 કલાકની અંદર મોટી કામગીરી કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતની આ જવાબી કાર્યવાહી બાદથી દેશભરના લોકોએ સરકારના આ પગલાંની પ્રશંસા કરી છે. બોલીવુડ સેલેબ્સે પણ મોદી સરકારનું સમર્થન કર્યુ છે.

એક્ટર અનુપમ ખેરે ટ્વિટ કરીને લખ્યું, ભારત માતા કી જય.

 જ્યારે બીજેપી સાંસદ અને એક્ટર પરેશ રાવલે મોદી સરકારની પ્રશંસા કરતાં ટ્વીટ કર્યુ કે, ધન્યવાદ નરેન્દ્ર મોદી સર અને આપણી સેનાના બહાદુરોને. જય હો

ફિલ્મમેકર અશોકપંડિતે ટ્વિટ કર્યુ કે, હવનની શરૂઆત થઇ ચુકી છે. 26 ફેબ્રુઆરીએ 3.30 વાગ્યે મિરાજ 2000 ઇન્ડિયન ફાઇટરે એલઓસીની પાર જઇને આતંકીઓના લૉન્ચ પેડ સંપૂર્ણ રીતે તબાહ કર્યા. પીઓકેમાં હુમલો થયો જે આપણું છે. તેથી આપણે લાઇન ઑફ કંટ્રોલ પાર નથી કરી. વંદે માતરમ.

અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું, ચુન ચુન કે મારેંગે. જવાનોને સલામ, વંદે માતરમ.

અજય દેવગણે ભારતની આ સખત કાર્યવાહી પર ટ્વિટ કર્યું, તેમણે ભારતીય વાયુસેનાને સલામ કરતાં લખ્યું કે, Mess With The Best, Die Like The Rest.

એક્ટ્રેસ મુગ્ધા ગોડસેએ ટ્વિટ કર્યુ કે, આ આપણું નવુ ભારત છે. જય હિન્દ.

એક્ટર તુષાક કપૂરે જય હિન્દ સાથે ભારતીય સૈનિકોને સલામ કરી, આ ટ્વિટ કર્યુ.

 જણાવી દઇએ કે ભારતીય વાયુસેનાએ મંગળવારે સવારે એલઓસી પર પીઓકેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી પુલવામામાં તબદીલ કરી નાંખ્યું છે. ભારતીય વાયુસેનાએ સવારે 3.30 વાગ્યે એલઓસી પાર સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. ભારતના 12 મિરાજ-2000 વિમાનોએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકી સંગઠન જૈશના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો.

Read also

Related posts

વિરાટ કોહલીએ પંતના કહેવા પર લઇ લીધો આટલો મોટો નિર્ણય, આવ્યો મોઢુ છુપાવવાનો વારો

Bansari

કપિલ શર્માની આ એક્ટ્રેસે શેર કર્યો એકદમ બોલ્ડ ફોટો, ઈન્ટરનેટ પર જબરજસ્ત વાયરલ

NIsha Patel

અમદાવાદ એરપોર્ટથી ખૂંખાર આતંકી અબ્દુલ વહાબ શેખની ધરપકડ, ત્રણ નેતાઓની હત્યાનો આરોપ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!