GSTV
Home » News » “ડૉન-3”માં શાહરૂખ ખાનને રિપ્લેસ કરી શકે છે આ બૉલીવુડ સુપરસ્ટાર!

“ડૉન-3”માં શાહરૂખ ખાનને રિપ્લેસ કરી શકે છે આ બૉલીવુડ સુપરસ્ટાર!

વર્ષ 2006માં શાહરૂખ ખાને અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ “ડૉન”ની રીમેકની સાથે ડૉન તરીકે તેમની જગ્યા લઈ જ લીધી હતી. આ ફિલ્મનું નિર્દેશન ફરહાન અખ્તરે કર્યુ હતુ. અને શાહરૂખની આ ફિલ્મે સારો કારોબાર પણ કર્યો છે. શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપડા, કરીના કપૂર, બોમન ઈરાની જેવા કલાકારોના અભિનયથી સજેલી આ ફિલ્મે 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.

શાહરૂખની આ મુવીની સિક્વલ પણ બની હતી. અને 2011માં આ ફિલ્મથી શાહરૂખે 200 કરોડ ક્લબમાં એન્ટ્રી પણ કરી હતી. પરંતુ હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ આવી રહ્યો છે. જેમાં શાહરૂખ ખાન ન હોવાની વાત સામે આવી છે. એવું માનવામાં આવી રહ્યુ છેકે,આ ફિલ્મનાં ત્રીજા ભાગ ડૉન-3માં રણવીર કપૂર એન્ટ્રી લઈ શકે છે.

આ ફ્રેન્ચાઈઝીને આગળ લઈને જવા માટે શાહરૂખને રિપ્લેસ કરવો એક સમજી વિચારીને કરેલું ઓપ્શન હોઈ શકે છે. પહેલા એવા સમાચાર આવ્યા હતાકે, શાહરૂખ ખાનને રણવીર સિંહ રિપ્લેસ કરી શકે છે.

એવું જ ઉદાહરણ હાલમાં સિંઘમમાં જ જોવા મળ્યુ હતુ. સિંઘમ ફ્રેન્ચાઈઝીમાં રણવીર સિંહની એન્ટ્રી કરાવીને “સિંબા”ને ક્રિએટ કરવામાં આવ્યુ હતુ. આજ રીતે બની શકે કે, ડૉન-3માં તમને બે અલગ-અલગ ડોન જોવા મળી શકે છે.

આ ફિલ્મ વિશે હાલમાં તો ફક્ત ચર્ચા છે, અને ડૉન 3 વિશે એક્સેલ એન્ટરટેઈનમેન્ટ(નિર્માતા કંપની) અથવા રણબીર તરફથી કોઈ પુષ્ટિ કરાઈ નથી.

READ ALSO

Related posts

વેસ્ટઈન્ડિઝની ટીમને લાગ્યો મોટો ઝાટકો, આ ખતરનાક ખેલાડી થયો વર્લ્ડકપમાંથી બહાર

Mansi Patel

સાઉદી અરબના આભા ઓરપોર્ટ પર ડ્રોન હુમલો, એકની મોત 21 ઘાયલ

Path Shah

ભરૂચમાં આંગણવાડી બહેનો બની રણચંડી, રૂપાણી અને પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!