રજનીકાંત ફી ઘટાડી નાખશે, નેતાઓની પોલ છતી કરવા માટે રાજકારણ પર ફિલ્મમાં બનશે મુખ્યમંત્રી!

2019ની શરૂઆતમાં સુપર હીટ ફિલ્મ પેટ્ટા પછી દક્ષિણ સુપરસ્ટાર રજનીકાંત ફરીથી એકવાર મોટો ઘમાકો કરવા જઈ રહ્યાં છે. એવા અહેવાલો છે કે આ વર્ષે માર્ચમાં તે એ.આર. મુરુગાદોસની આગામી ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરશે. એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ એક ખૂબ જ પોલિકેટિઅલ ડ્રામા પર છે.

2.0નાં દિગ્દર્શક શંકર સાથે રજનીકાંતની બીજી ફિલ્મ બનશે. સમીક્ષાઓ હોવા છતાં 2.0 બોક્સ ઓફિસ પર સફળ નિવડી હતી. જો કે, ફિલ્મના નિર્માતાઓએ કઈ ખાસ ફાયદો થયો નથી. એવું માનવામાં આવે છે કે આ કારણોસર, રજનીકાંત હવે મુરુગાદોસની આગામી ફિલ્મ માટે તેમની ફી ઘટાડી શકે છે.

અગાઉ આવું જાણવામાં આવ્યું હતું કે આ રાજકીય ફિલ્મનું નામ Naarkkali હશે. જેમાં રજનીકાંત મુખ્યમંત્રીનો રોલ ભજવશે. જોકે ડિરેક્ટર મુરુગાદોસે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેમણે ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મનું નામ Naarkkali રાખવામાં આવશે નહીં. એક મુલાકાત દરમિયાન દિગ્દર્શક મુરુગાદોસે કહ્યું હતું કે તે રજનીકાંતનો મોટા ફેન છે અને તે તેને ડારેક્ટ કરવા માંગે છે. એવું લાગે છે કે તેમનું સ્વપ્ન સાચું બનશે. તેમણે કહ્યું હતું કે આ ફિલ્મ માત્ર એક રાજકીય નાટક નહીં, એક વિશાળ મનોરંજક પણ હશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter