GSTV
Home » News » બોલિવુડને મોદી સરકારે આપી ખુશખબર, કેબિનેટમાં લીધો આ મોટો નિર્ણય

બોલિવુડને મોદી સરકારે આપી ખુશખબર, કેબિનેટમાં લીધો આ મોટો નિર્ણય

ભારત સરકાર દ્વારા આજે ફિલ્મ પાયરેસી એક્ટમાં ફેરફાર કરી બોલીવુડને મોટી રાહત આપવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સિનેમૈટોગ્રાફ એક્ટમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના નિયામક સિતાંશુ કર દ્વારા ટ્વીટર ઉપર માહિતી આપતા જણાવ્યું કે, કેબિનેટ દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર હવે ફિલ્મ પાયરેસીને ગંભીર ગુનો ગણવામાં આવશે.

સિનેમૈટોગ્રાફ એક્ટ 1957માં એક સંશોધન ઉમેરતા નિર્માતાની લેખિત સંમતી વિના કોઈપણ ફિલ્મનું રેકોર્ડીંગ કરવું તે કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવશે. આ અન્વયે, જે તે વ્યક્તિનો અપરાધ પુરવાર થયેથી ગુનેગારને 3 વર્ષની કેદ અને રૂ. 10 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદાની ઝપટમાં એ સૌ લોકો આવી જશે જેઓ ફિલ્મને રેકોર્ડ કરી ગેરકાયદેસર કારોબાર પૂરજોશમાં ચલાવે છે.

તાજેતરમાં, બોલીવુડના નિર્માતા, અભિનેતા અને અભિનેત્રીનું એક જૂથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પાયરેસી દ્વારા ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીને વેઠવા પડતા મોટા નુકસાનથી પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાયદાના અમલમાં આવ્યેથી હવે, નવી રીલીઝ થયેલી ફિલ્મને રેકોર્ડ કરી તેનો બારોબાર કારોબાર કરી રૂપિયા બનાવનાર ઉપર લગામ લાગશે.

Related posts

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ગણાતી હતી સંસ્કારી ગૃહિણી

Arohi

મહારાષ્ટ્રમાં સીએમ તો ભાજપનો જ રહેશે, આદિત્યને ફડણવીસે કરી આ ઓફર

Mansi Patel

સૌરવ ગાંગુલીને લાગી લોટરી, ક્રિકેટના ધનાઢ્ય બોર્ડમાં અમિત શાહનો પણ વધ્યો દબદબો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!