GSTV
Bollywood Entertainment Television Trending

સોશિયલ મીડિયામાં બ્રેકઅપ જાહેર કરીને નેહા કક્કરને ખુબ પસ્તાવો થયો, જાણો શું કહ્યું

પોતાનાં બ્રેકઅપ અને ડિપ્રેશનની ખબરો સમાચાર માધ્યમો માં ચમક્યા બાદ લાઈમલાઈટમાં આવેલી ગાયિકા અને રિઆલીટી-શોની જજ નેહા કક્કરે સ્વીકાર્યુ છે કે,મેં મારી અંગત જીંદગી સોશ્યલ મીડિયામાં શેર કરીને મોટી ભુલ કરી છે.

તાજેતરમાં જ નેહાએ એક ટીવી-શોમાં રોવાનાં વીડિયો અને પોતાનાં બ્રેકઅપ અને ત્યારપછી ડિપ્રેશનમાં રહેવાની સ્થિતીને કારણે નેહા કક્કર રોજ મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર 2 કરોડ લોકોએ તેને ફોલો કરી. આ સાથે જ નેહા કક્કર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનારી ભારતીય સંગીત કરી બની હતી. જો કે હવે નેહા કક્કરને પસ્તાવો થઈ રહ્યો છે.

પોતાનાં બ્રેકઅપ થયાનાં સમાચારો જાહેરમાં સ્વીકાર્યા બાદ નેહા કક્કર ખુબ ચર્ચામાં આવી હતી. નેહાનાં બોયફ્રેન્ડ અને અભિનેતા હિમાંશ કોહલીએ નેહાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. ત્યારપછી લોકોને એવું લાગ્યું કે હિમાંશની ભુલને કારણે  નેહા દુખી છે. તેમજ નેહાનાં દુખી હોવા માટે હિમાંશ જવાબદાર છે. સોશ્યલ મીડિયા પર  નેહાનાં એક પ્રશંસકે હિમાંશ કોહલીને ટ્રોલ પણ કર્યો હતો. જો કે હવે અલગ જ સ્થિતી સામે આવી છે.

તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં નેહા કક્કરે સ્વીકાર્યું હતું કે અમારા સંબંધો તૂટવાનું કારણ હું જ હતી. હિમાંશને લોકો એ ઘણો ટ્રોલ કર્યો જો કે તે બેવફા નથી. નેહાથી જ કોઈ ભુલ થઈ હતી. જેનાં કારણે તે સંબંધ આગળ વધારી શકે તેમ ન હતી.

 
30 વર્ષિય આ ગાયિકાએ દોષનો ટોપલો પોતાની માથે ઢોળતા કહ્યું કે મારી ભુલને કારણે લોકોએ હિમાંશને ખરી-ખોટી સંભળાવી, પોતાની અંગત જીંદગી સાથે જોડાયેલી કોઇ પણ વાત સોશ્યલ મીડિયામાં શેર કરવી જોઈએ નહિ. જો કે હવે આ વાતનો મને પસતાવો છે.

નેહાએ જણાંવ્યું છે કે હું ફરી આવી ભુલ નહિ કરું. હું મારી ભુલને બદલાનવી શકું નહિં. પરંતુ મારી ભુલને સુધારી જરૂર શકું. આ સાથે જ નેહાએ સ્વીકાર્યુ છે કે આઝ પછી ક્યારેય હું મારી અંગત જીંદગી વિશે સોશ્યલ મીડિયા પર કોઈ વાત શેર નહિ કરૂં.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Vishvesh Dave

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave
GSTV