આ પાંચ ફિલ્મોના સીન જોઈ તમે હસી હસીને લોટપોટ થઈ જશો, ચિરંજીવીનો સીન છે સૌથી હાસ્યાસ્પદ

હિન્દી સિનેમાનું સૌથી પહેલું કામ મનોરંજનથી દૂર રહેવાનું છે અને સમાજને મેસેજ મળે તેવી ફિલ્મો પીરસવાનું છે. જો કે આજ હિન્દી સિનેમાએ બોલિવુડમાં મનોરંજનની સાથે હાથ મિલાવી એવું કામ કર્યું છે જેને મુર્ખતા સિવાય કોઈ ઉપમા ન આપી શકાય. તમે પોતે જ જોઈ લો બોલિવુડના ઈતિહાસના પાંચ હાસ્યાસ્પદ સીન.

સાઉથના સુપરસ્ટાર અક્કિનેની નાગાર્જૂનની ફિલ્મ માસ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મની સ્ટોરી અને તેનું સસ્પેન્સ રિવીલ કરવાની ટેકનિક પણ સૌને પસંદ આવી હતી. પણ આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલો એક સીન લોજીક વિનાનો લાગતો હતો. એ સીનમાં દર્શાવવામાં આવ્યું હતું કે નાગાર્જૂન માત્ર પોતાના પગથી તોફાન ઉભુ કરી દે છે. જે નોર્મલ રીતે કોઈ પણ માણસ દ્વારા શક્ય નથી.

રોહિત શેટ્ટી અને અજય દેવગનની ફિલ્મ સિંઘમના આ સીનને જ લઈ લો. અજય દેવગનને મારવા માટે ગુંડાઓ જીપ લઈ આવે છે. આ સીનમાં અજય દેવગન ગુસ્સામાં આવી રોડની સાઈડમાં રહેલા લાઈટના ખભ્ભાને ઉઠાવી જીપની પાછળ ભાગે છે. જેમાં ગુંડા અજય દેવગનથી ડરી ગયા કે લાઈટથી તે જ ખ્યાલ આવતો નથી.

બોલિવુડમાં એક જ વર્ષમાં મિથુન ચક્રવર્તીએ 18 ફિલ્મો કરી નાખેલી. કોઈ પણ ફિલ્મમાં લોજીક નહોતું પણ એક ફિલ્મમાં તો બિલ્કુલ લોજીક નહોતું. મિથુન ચક્રવર્તી આ ફિલ્મમાં ગુંડાઓથી લડી રહ્યો છે. સામેની તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. મિથુન બચવા માટે સાઈકલનો ઉપયોગ કરે છે. હવે કોઈ સાઈકલની પાછળ આટલી બધી ગોળીઓથી કેવી રીતે બચી શકે.

આવું જ કંઈક કનેક્શન બોલિવુડના સુપરસ્ટાર ધર્મેન્દ્ર સાથે જોડાયેલું છે. ધર્મેન્દ્રની એક ફિલ્મના સીનમાં દેખાડવામાં આવ્યું છે કે ધર્મેન્દ્ર પોતાના હાથેથી ગોળી પકડી લે છે. અને તેને જ્યારે બ્લેડ વાગી હોય તે પ્રમાણે થોડુ એવું જ ખૂન નીકળે છે. હકિકતે કોઈને ગોળી વાગે ત્યારે ગોળી હાથની આરપાર થઈ જવી જોઈએ.

દુનિયામાં કોઈ ફિલ્મે સૌથી વધુ મુર્ખતાનું પ્રદર્શન કર્યું હોય તો તો ચિરંજીવીની ફિલ્મ છે. આ ફિલ્મમાં મુર્ખાઈની તમામ સરહદો વટાવી દેવામાં આવી હતી. ચિરંજીવી ઘોડામાં જઈ રહ્યા છે. સામે ટ્રક આવે છે ઘોડો દોડી શકે બાઈકની માફક ટ્રકની નીચેથી પસાર થોડો થઈ શકે, પણ સાઉથની ફિલ્મમાં તમામ શક્ય છે એટલે ઘોડો ટ્રકની નીચેથી પસાર થઈ જાય છે અને ઉપરથી ઉભો થઈ ફરી દોડવા લાગે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter