GSTV
Gujarat Government Advertisement

PM મોદીએ બોલિવુડને આ ખાસ વિષય પર ફિલ્મ બનાવવા આપી સલાહ, શાહરૂખ અને આમિર ખાને આપ્યો આવો જવાબ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના વર્ષ પર વડાપ્રધાન મોદીએ કળા અને સિનેમાં જગતની હસ્તીઓ સાથે મુલાકાત કરી છે. અભિનેતા આમીર ખાન, શાહરુખ ખાન સહિતની બોલિવુડની હસ્તીઓએ પણ પીએમ નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં આમિર ખાન અને શાહરુખ ખાને વડાપ્રધાન મોદી સાથે સેલ્ફી લીધઈ હતી. એકતા કપુર, જૈકલીન ફર્નાન્ડીસ અશ્વિની ઐયર તિવારી, કંગના રણૌત સહિતના સ્ટારકાસ્ટે પણ મોદી સાથે સેલ્ફી લીધી હતી.

મહાત્મા ગાંધીના વિચારો પર ફિલ્મ

વડાપ્રધાને એમ પણ જણાવ્યું કે મહાત્મા ગાંધીના વિચારોના પ્રચાર-પ્રસાર માટે ફિલ્મ અને ટીવી જગતના લોકો શાનદાર કામ કરી રહ્યા છે. રચનાત્મકતાની ક્ષમતા ઘણી વધુ છે.

દેશમાં તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે. આ બેઠક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મી જગતના લોકોનો દાંડીમાં બનેલા ગાંધી મ્યૂઝિયમ જવા અપીલ કરી હતી. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પણ અપીલ કરી.

શું કહ્યું આમિર અને શાહરૂખ ખાને?

આ પ્રસંગે આમિર ખાને કહ્યુ કે, રચનાત્મક લોકોના રૂપે ઘણુ બધુ અમે કરી શકીએ છીએ. હું વડાપ્રધાને આશ્વસ્થ કરુ છુ કે અમે તેના પર વધુ ધ્યાન આપશું. આ ઉપરાંત શાહરૂખ ખાને પોતાના ટ્વીટરમાં લખ્યું કે, ધન્યવાદ મોદીજી અમને હોસ્ટ કરવા માટે અને ચેન્જ વિધિનના મંચથી ઓપન ડિસ્કશન માટે જેના કારણે જેના કારણે એ ચર્ચા કરવામાં આવી કે આર્ટિસ્ટ્સ મહાત્મા ગાંધીના મેસેજને દુનિયામાં વિખેરવા માટે મહત્વની ભુમિકા નિભાવી શકે છે.

આ ઉપરાંત યુનિવર્સિટી ઓફ સિનેમાંનો આઈડિયા પણ ખૂબ જ સારો હતો. શાહરૂખ ખાન, આમિર ખાન, કંગના અને એકતા કપૂર વીડિયો સંદેશમાં તેના વખાણ કરી રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!