વાહ ભાઈ વાહ!, દેશને #metooનાં ચક્કરમાં ફસાવી પોતે વિદેશ કલ્ટી મારી જશે

ભારત માં #MeToo મૂવમેન્ટની શરૂઆત કરનાર બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ વિદેશ જવાની તૈયારી કરી લીધી છે. તનુશ્રીએ મીડ ડેમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે તે હવે ન્યુજર્સી જવાની તૈયારીમાં જ છે. તેમજ તેમણે કહ્યું કે મારું ભવિષ્ય ત્યાં જ છે. હું આગામી વર્ષની શરૂઆતમાં પાછી ભારત આવી જઈશ. જ્યારે હું મુંબઈ આવી હતી ત્યારે જ વિચાર્યું હતુ કે એક મહિનામાં જતી રહીશ પરંતુ અત્યારે પાંચ મહિના થઈ ગયા છે.

METOO મૂવમેન્ટ વિશે વાત કરતી વખતે તનુશ્રીએ કહ્યું હતું કે હું તેને એ રીતે નથી જોતી કે મુદ્દો હવે ગરમ છે કે હવે ઠંડો છે. આવી વસ્તુઓ એક ક્રાંતિની જેમ હોય છે. ભવિષ્ય પર તેની શું અસર થાય છે એ વસ્તુ મહત્વની છે. આ મૂવમેન્ટની અસર એ થઈ છે કે ખોટી વર્તણૂક કરનાર હવે આ વાત સારી રીતે જાણે છે કે કોઈ પણ ખોટા કામ પછી તે બચી શકશે નહીં. તે સમયે તે ખૂબ આશ્ચર્યજનક લાગતું હતું કે એક પછી એક મહિલા આગળ વધતી જતી હતી અને તેના અનુભવ શેર કરીને ખોટા લોકોની આબરૂ કાઢતી હતી.

તનુશ્રીને આશા છે કે તેમને એક દિવસ જરૂર ન્યાય મળશે. તેમણે કહ્યું કે હું વિના કોઈ સુનાવણી અને ન્યાય વગર દસ વર્ષ રહી છું. કાયદેસર પ્રક્રિયા મારા પર થતી જ નથી. જો અહીં રહીને મારા જ કેસ માટે મને દબાણ કરવામાં આવે તો પછી પ્રક્રિયાનો શું મતલબ છે?

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter