GSTV

બૉલીવુડની આ એક્ટ્રેસે કર્યો ખુલાસો લિવ ઈન રિલેશનશીપમાં છુ, એક પુત્રી પણ છે

Last Updated on July 3, 2019 by Mansi Patel

બૉલીવુડ એક્ટ્રેસ માહી ગીલે પોતાની પર્સનલ લાઈફને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ હતુકે, તે રિલેશનશીપમાં છે અને તેને એક અઢી વર્ષની પુત્રી પણ છે. “ સાહેબ બીવી અને ગુલામ” અને “નોટ એ લવ સ્ટોરી” જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી માહીએ એક ઈન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો હતો.

માહીએ જણાવ્યુ હતુકે, તે ઘણા લાંબા સમયથી રિલેશનશીપમાં છે અને તેને એક પુત્રી પણ છે.  માહી ડેક્કન ક્રોનિકલથી આવનારી પોતાની આગામી ફિલ્મ “ ફેમિલી ઓફ ઠાકુરગંજ”ને લઈને વાત કરી રહી હતી. આ દરમ્યાન તેણે પોતાની રિલેશનશીપ અને પર્સનલ લાઈફ વિશે વાત કરી હતી. માહીએ જણાવ્યુ હતુકે, મારા લગ્ન થયા નથી, પરંતુ મારો એક બૉયફ્રેન્ડ છે.

માહીએ જણાવ્યુ હતુકે, અમે જલ્દીથી લગ્ન કરીશું, પરંતુ લગ્ન કરવાથી કે નહી કરવાથી અમારા સંબંધમાં કોઈ ફરક પડશે નહી. મને આઝાદી અને સ્પેસ બંનેની જરૂર છે. અમે બંને એકબીજાનો આદર કરીએ છીએ. હા અમે બંને લિવ ઈન રિલેશનશીપમાં રહીએ છીએ અને જલ્દીથી લગ્ન કરીશું. માહીએ જણાવ્યુ હતુકે,તેને વેરોનિકા નામની અઢી વર્ષની પુત્રી પણ છે.

પરંતુ તેણે એ જણાવ્યુ ન હતુકે, તેણે પુત્રીને જન્મ આપ્યો છેકે, દત્તક લીધી છે. બાળકીની દેખરેખ માહીની એક જાણકાર કરે છે. જ્યારે તે પણ સુનિશ્વિત કરે છેકે, તે મુંબઈમાં જ રહીને બાળકી સાથે સમય વિતાવી શકે. તો માહી પાસે હાલમાં ફેમિલી ઓફ ઠાકુર ગંજ સિવાય દબંગ 3, ઓરફન ટ્રેન, સિર્ફ પાંચ દિન જેવા પ્રોજેક્ટ્સ છે. છેલ્લે તે જીમી શેરગિલ અને સંજય દત્ત સાથે સાહેબ બીવી અને ગેંગસ્ટર 3માં દેખાઈ હતી.

READ ALSO

Related posts

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!