GSTV

હવે પ્રસૂન જોશીએ કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’ અંગે કર્યો આ ખુલાસો

Last Updated on January 19, 2019 by

બૉલીવુડની ક્વીન કંગના રનૌત પોતાના નિવેદનોને લઇને જ્યાં સોશિયલ મીડિયાના ચર્ચામંચ પર છવાઇ ગઇ છે, તો બીજીતરફ વિવાદ છતા પ્રશંસકોની સાથે-સાથે કંગનાના વખાણ કરનારા લોકોની બૉલીવુડમાં કોઈ ઉણપ નથી. હાલમાં જ આ વાતનો ખુલાસો બૉલીવુડના જાણીતા ગીતકાર પ્રસૂન જોશીએ કર્યો છે.

અહીં જણાવવાનુ કે કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ મણિકર્ણિકામાં કંગના, રાણી લક્ષ્મીબાઈના કિરદારમાં જોવા મળશે અને સૌથી મહત્વની વાત એ છે કે આ ઐતિહાસિક ફિલ્મના ડાયલૉગ અને ગીત બૉલીવુડના જાણીતા ગીતકાર પ્રસૂન જોશીએ લખ્યાં છે.

એક મીડિયા ઈવેન્ટ દરમ્યાન પ્રસૂન જોશીએ જણાવ્યું કે, ફિલ્મ ‘મણિકર્ણિકા’ની સાથે જોડાવાનુ એક કારણ કંગના પણ છે. પ્રસૂન જોશીએ વાતચીતને આગળ વધારીને કહ્યું કે રાણી લક્ષ્મીબાઈનુ જીવન અને કિરદાર આપણા બધા માટે પ્રેરણા છે અને આ રોલમાં કંગના ફૂલ એનર્જી સાથે ફિટ છે. કંગના ખૂબ ટેલેન્ટેડ છે.

તેમણે કહ્યું કે કંગના આ ફિલ્મમાં હતી તેથી હું આ ફિલ્મ સાથે જોડાયો અને સાથે ફિલ્મના પ્રોડ્યૂસર કમલ જૈન અને ફિલ્મની ટીમ સાથે પણ બોન્ડિંગ સારી હતી. તેથી કુલ મળીને ‘મણિકર્ણિકા’ સાથે જોડાવાનો અનુભવ ખૂબ જ પ્રશંસનીય રહ્યો છે. મને વિશ્વાસ છે કે અમારું ટીમ વર્ક સફળ રહેશે અને ફિલ્મ મણિકર્ણિકા દર્શકોની આશા પર બરોબર ઉતરશે.

ઉલ્લેખનીય છે કે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’ બૉક્સ ઓફિસ પર 25 જાન્યુઆરીએ રીલીઝ થશે. ફિલ્મમાં કંગના રનૌતની સાથે-સાથે ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે પણ સારા કિરદારમાં જોવા મળશે.

READ ALSO

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!