શાહિદ કપૂરે અનિસ બાઝમીની એક કોમેડી ફિલ્મ કરવાનું હાલ માંડી વાળ્યું છે અને તેને બદલે એક થ્રીલર પર ફોક્સ કર્યું છે. તાજેતરમાં ‘ફર્ઝી’ એક્શન ડ્રામા વેબ સીરીઝમાં સફળતા બાદ શાહિદને થ્રીલરમાં વધારે રસ પડયો હોય તેમ જણાય છે.
, શાહિદ કપૂર કૃતિ સેનોન સાથેની ફિલ્મનું શૂટિંગ પુરુ કરીને સિદ્ધાર્ય રોય કપૂરની સાયકોલોજિકલ થ્રિલર ‘મુંબઇ પોલીસ’નું શૂટિંગ શરૂ કરવાનો છે. જેમાં શાહિદે ‘મુંબઇ પોલીસ’ ફિલ્મ માટે બે મહિનાનો સમય આપ્યો છે.શાહિદ આ પછી જુલાઇ મહિનામાં અનિસ બઝમીની કોમેડી-ડ્રામાનું શૂટિંગ શરૂ કરશે.
‘મુંબઈ પોલીસ’માં શાહિદ વિસ્મૃતિના રોગથી પીડાતા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવશે.
આ ફિલ્મનું દિગ્દર્શન રોશન એન્ડ્રૂઝ કરશે. ૨૦૧૩ની મૂળ મલયાલમ ફિલ્મનું દિગ્દર્શન પણ તેમણે જ કર્યું હતું.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો