GSTV
Home » News » બોલિવુડનાં દિગ્ગજ નિર્દેશક બનશે આ હોલિવુડ ફિલ્મનો ભાગ, જાણો તે છે કોણ?

બોલિવુડનાં દિગ્ગજ નિર્દેશક બનશે આ હોલિવુડ ફિલ્મનો ભાગ, જાણો તે છે કોણ?

બોલિવુડનાં દિગ્ગજ નિર્દેશક રોહિત શેટ્ટી પોતાની ફિલ્મોનાં કારણે ખૂબ ચર્ચામાં રહે છે. ત્યારે તેઓ હોલિવુડની એક ફિલ્મ સાથે જોડાયા છે તેવો એક વિડિયો સામે આવ્યો છે. આ વિડિયોની શરૂઆતમાં ફૂલ સ્પીડમાં એક કાર સ્ટંટ્સ કરતી નજરે આવી રહી છે. જેવી કાર રોકાય છે.

તેમાંથી ફિલ્મમેકર સ્ટાઈલથી બહાર નિકળે છે. અને કહે છે કે મારી દેશી પોલીસ સાથે તો તમે મળી ચૂક્યા છો, હવે સમય છે અમારી વિદેશી પોલીસ સાથે મુલાકાત કરવાનો, ત્યાર પછી વિલ સ્મિથ અને માર્ટિન લોરેન્સની ધમાકેદાર એન્ટ્રી થાય છે. રોહિત શેટ્ટી વધુ એક ડાયલોગ બોલે છે કે દમદાર એક્શન સાથે આવી રહી છે પોલીસ! બેડ બોયઝ ફોર લાઈફ, તમારા નજીદીકનાં સિનેમાઘરોમાં થશે રજૂ.

ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટી હિન્દી ફિલ્મ જગતમાં કોપ ફિલ્મોનાં માસ્ટર તરીકે ઓળખાય છે.

આ પહેલાં “સિંઘમ” દ્ધારા અભિનેતા અજય દેવગણનને પોલીસ ઓફીસરની ભૂમિકામાં રજૂ કર્યો પછી સિંબા”માં રણવીરસિંહને ખાખી વર્દી પહેરાવી હતી. હવે તેમની બહુ ચર્ચિત ફિલ્મ “સૂર્યવંશી”માં અક્ષય કુમારને પોલીસ ઓફિસરની ભૂમિકામાં રજૂ કરશે.

READ ALSO

Related posts

શાહીનબાગના પ્રદર્શનકારીએ એક રસ્તો ખોલી આપ્યો, દિલ્હી પોલીસ ઉંઘતી ઝડપાઈ

Pravin Makwana

ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલેનિયાની સુપરમોડલથી લઈને ફર્સ્ટ લેડી સુધીની સફર

Nilesh Jethva

‘કભી ખુશી કભી ગમ’ સોનાના ખજાના પર ઝેરીલા સાંપોની પહેરેદારી, સોનભદ્રમાં કેવી રીતે થશે ખોદકામ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!