GSTV
Home » News » મુંબઇનાં વરસાદમાં લારા દત્તાએ કર્યુ ‘ગંદુ કામ’, ભડકી ઉઠ્યા લિજેન્ડ ભૂપતિ

મુંબઇનાં વરસાદમાં લારા દત્તાએ કર્યુ ‘ગંદુ કામ’, ભડકી ઉઠ્યા લિજેન્ડ ભૂપતિ

બોલીવૂડની જાજરમાન અભિનેત્રી લારા દત્તા દર વર્ષે 16 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવે છે.પોતાની સુંદરતા અને હાજરજવાબીપણાથી લોકોનાં દિલ પર રાજ કરવા વાળી લારા દત્તાએ એક વખત એવું કામ કર્યુ,જેનાં કારણે તેમનાં ચેમ્પિયન પતિની લાગણીને ઠેસ પહોંચી. લારા દત્તાએ માત્ર ચેમ્પિયન પતિનાં અભિમાનને જ ન જગાડ્યું,પરંતુ વર્ષોની તેમની મહેનત પર પાણી ફેરવી દિધું.  લારા દત્તાનાં પતિ તેમનાં પર ખુબ ગુસ્સે થયા,તે પણ જાહેરમાં.

જો કે લારા દત્તાએ કામ જ એવું કર્યુ કે કોઇને પણ ગુસ્સો આવે. એક વખત મુંબઇનાં વરસાદમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતી હતી. લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા હતાં. એક વખતની મિસ યુનિવર્સ અને પછી હિરોઇન તરીકે નામના મેળવવા વાળી લારા દત્તા એ પોતાનાં પતિનાં બધા ચડ્ડા વરસાદનું પાણી રોકવા માટે જમીન પર નાંખી દિધા હતાં. આ તમામ ચડ્ડા મહેશ ભૂપતિએ સમગ્ર વિશ્વમાં ટેનિસ રમતા હતા ત્યારે ચેમ્પિયન બનીને જમા કર્યા હતાં.

જો કે લારા દત્તાએ પોતાની આ વાત પર ગર્વ પણ અનુભવ્યો. કારણ કે લારાએ આ કારનામું કર્યા પછી તેની તસવીરો ટ્વિટર પર શેયર કરીને પોતાનાં પતિને તેમાં ટેગ પણ કર્યો. ટ્વિટ કરીને લારા દત્તાએ લખ્યું કે,મૈં  વિમ્બલ્ડન,યુએસ ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનનો સદઉપયોગ કર્યો.

લારાનું આ કામ જોઇને મહેશ ભૂપતિ ગુસ્સાથ લાલચોળ થઇ ગયા હતાં. તે ઘરમાં નહોતા,પરંતુ જ્યારે તેમણે ટ્વિટર પર લારા દત્તાને કારનામાને જોયું કે તરત જ પોતાની ગુસ્સા વાળી પ્રતિક્રિયા આપી હતી. મહેશ ભૂપતિએ લખ્યું કે, શું તમે મજાક કરો છો?  આ મારી વર્ષોની મહેનત છે.

જો કે લારા દત્તાને પોતાનાં આ કામમાં ભલે હ્યુમર જોવા મળ્યું હોય. તેમજ તેમણે લોકોને વરસાદથી સાવધાન રહેવાનું કહ્યું હોય પરંતુ તેમનાં આ કાર્યથી તેમનાં પતિ મહેશ ભૂપતિ ભારે ગુસ્સામાં હતાં.

READ ALSO

Related posts

Pictures Of PM Modi : તસવીરો સાથે જાણો કેવડિયાની એ રોચક જગ્યાઓ વિશે જ્યાં પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી

Bansari

શબયાત્રા પછી અગ્નિસંસ્કાર બાદ તરત જ કરવું જોઇએ સ્નાન, નહીંતર થશે આટલાં નુકસાન

NIsha Patel

માત્ર 2 મિનિટમાં આખા આઠવાડિયા માટે લસણ અને આદુ છોલવાની 8 ક્વિક ટિપ્સ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!