વર્ષોથી કુમાર વિશ્વાસ સાહિત્યિક મંચ પરથી કવિતાનું પઠન કરતા આવ્યા છે. અહીંથી જ તેમને લોકપ્રિયતા મળી. બાદમાં અન્ના આંદોલન દરમિયાન તેઓ જાણીતા બન્યા. ત્યાંથી જ તેમને રાજકારણમાં પણ પ્રવેશ મેળવ્યો. તેઓ રાજકારણમાં પોતાના દિલધડક નિવેદનો માટે ચર્ચાયેલા છે. ત્યારે હવે તેઓ ફિલ્મી દુનિયામાં પણ હાથ અજમાવા જઈ રહ્યા છે. તેઓ મહાભારતના પાત્ર કર્ણ પર બની રહેલી ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યા છે. ફિલ્મનું નામ ‘સૂર્યપુત્ર મહાવીર કર્ણ’ છે. આ ફિલ્મ દ્વારા ખ્યાતનામ કવિ કુમાર વિશ્વાસ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.
હકીકતમાં કુમાર વિશ્વારના ડાયલોગ, લિરિક્સ અને સ્ક્રીનપ્લે લખી રહ્યા છે. ફિલ્મને ખૂબ જ ભવ્ય સ્તર પર બનાવાની તૈયારીઓ થઈ રહી છે. આવી જ રીતે તે પહેલી વાર કોઈ ફિલ્મની સાથે જોડાયેલા છે. દર્શકોને આશા છે કે, તે જેવી રીતે મંચ પર શાનદાર કવિતાઓ વાંચવા માટે ઓળખાય છે, તેવી જ રીતે ફિલ્મમાં પણ કમાલ દેખાડશે.
આપને જણાવી દઈએ કે, ફિલ્મ સૂર્યપુત્ર મહાવીર કર્ણને હિન્દી, તમિલ, તેલુગૂ, મલયાલમ અને કન્ન઼ડમાં બનાવામાં આવશે. ફિલ્મના ડાયરેક્ટર આર.એસ વિમલ હશે. આવી જ રીતે કર્ણને પહેલી વાર મોટા પડદા પર ભવ્ય અંદાજમાં જોઈ શકશો.
READ ALSO
- કામના સમાચાર/ સોમવારથી આ લોકોને આપવામાં આવશે કોરોના રસી : કઈ રીતે ચેક કરવું કે તમારું નામ છે કે નહીં, અહીંથી જાણી લેજો
- જેલમાં ચાલતા ખંડણી નેટવર્કનો પર્દાફાશ, જમીન દલાલના અપરહરણ કેસમાં ગોવા રબારીના ઘરેથી મળી આવી સોનાની 14 લાખની ચેઈન
- મમતા બેનર્જીએ મજૂરો માટે કરી મોટી જાહેરાત: દૈનિક વેતનમાં કર્યો વધારો, હજારો કામદારોને થશે લાભ
- કામના સમાચાર/ કોઈને ચેક આપી રહ્યાં હો તો આ નિયમોને જાણી લેજો !, બાઉન્સ થયો તો ભરવા પડશે આટલા રૂપિયા
- ઓ બાપ રે / આ દેશમાં સ્કૂલની 300 છોકરીઓનું અપહરણ : બંદૂકધારીઓ સ્કૂલમાં ઘૂસીને ઉઠાવી ગયા, સૈન્ય તમાશો જતું રહ્યું