કરીના કપૂરે બિકિની પહેરી તો ટ્રોલ થયા પતિ સૈફ અલી ખાન

kareena kapoor troll

કરીના કપૂર ભલે સોશિયલ મીડિયામાં સત્તાવાર રીતે હાજર નથી, પરંતુ તેમની ચર્ચા સોશિયલ મીડિયામાં ક્યારેય ઘટવાની નથી. હાલમાં અરબાઝ ખાનના યૂ-ટ્યૂબ ચેટ શો પર આ વાતનો પુરાવો મળ્યો છે. આ શો પર સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયામાં રહેલા ટ્રોલ્સને સણસણતો જવાબ આપે છે. તો આ શોમાં કરીના કપૂર પણ કંઈક આવુ કરતી જોવા મળી રહી છે. કરીના કપૂરની એક બિકિની તસ્વીર પર સોશિયલ મીડિયામાં જબરજસ્ત બબાલ થઇ હતી. આ બિકિની તસ્વીર માટે કરીનાના પતિ સૈફ અલી ખાન ખરાબ રીતે ટ્રોલ થયા હતાં.

કરીનાએ કહ્યું કે તેઓ મારા પર વિશ્વાસ કરે છે અને જો હું બિકિની પહેરી રહી છું તો તેની પાછળ જરૂર કોઈ કારણ હશે. કારણ હતુ કે હું ડિપ લઈ રહી હતી. કરીનાનો આ જવાબ વાસ્તવમાં શાનદાર છે. તેમણે આ શોમાં સૈફ સાથેના પોતાના સારા સંબંધ વિશે પણ ઘણી વાતો શેર કરી.

ઉલ્લેખનીય છે કે આ તસ્વીરો એ સમયે લેવામાં આવી હતી કે જ્યારે કેટલાંક મહિના પહેલા કરીના, સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને કૃણાલ ખેમૂ વેકેશન પર ગયા હતાં. આ વેકેશનમાં કૃણાલ અને સોહાએ અમૂક તસ્વીરોને સોશિયલ મીડિયામાં શેર કરી હતી, જેમાં કરીના બિકિની પહેરીને જોવા મળી હતી. તો ફક્ત કરીના જ નહીં, સોહા પણ આ તસ્વીરમાં બિકિની પહેરીને જોવા મળી હતી.

આ સિવાય શોમાં અરબાઝે કરીના કપૂરને વધુ એક પ્રશ્ન પૂછ્યો…. તેમણે પૂછ્યું કે શું સોશિયલ મીડિયા પર તેમનું ફેક એકાઉન્ટ છે? જેના પર કરીનાએ જવાબ આપ્યો કે ખરેખર કહૂં તો તેને ફેક કહી શકાય નહીં, આ અસલી છે, પણ મારા એક અલગ અસ્તિત્વની સાથે.’

આ શો દરમ્યાન કરીનાએ ટ્રોલ્સની ઘણી એવી કોમેન્ટના સણસણતા જવાબ આપ્યા હતાં. જેમાં તૈમૂર અને સેફ સાથે જોડાયેલા સવાલ પણ સામેલ હતાં. કરીનાએ શો દરમ્યાન માન્યું કે ટ્રોલ્સ જે પણ કહેશે, પરંતુ તેમને જે લોકો પસંદ કરે છે તેઓ હંમેશા પસંદ કરશે. લોકો તેમને કેવીરીતે જોવે છે, તેના પર કોઈનું મંતવ્ય ક્યારેય બદલી શકાય નહીં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter