GSTV
Home » News » આ છે Bollywoodની Super Girls, પોતાની તાકાત પર હીટ કરાવે છે ફિલ્મો

આ છે Bollywoodની Super Girls, પોતાની તાકાત પર હીટ કરાવે છે ફિલ્મો

બૉલીવુડમાં મહિલાઓ રૂપેરી પડદે જેટલી એક્ટિવ છે, તેટલી જ પડદાની પાછળ પણ છે. પછી તે કોરિયોગ્રાફી હોય કે મેકઅપ હોય, સેટ ડિઝાઈનિંગ હોય અથવા ફિલ્મનું ડાયરેક્શન. મહિલાઓએ ખુરશી સંભાળી છે અને ચોક્કસ સમયે પોતાના અસ્તિત્વને સાબિત કર્યુ છે.

તેમાંથી જ એક છે જોયા અખ્તર. હાલમાં ‘ગલી બૉય’ને લઇને જોયાના ભરપેટ વખાણ થઇ રહ્યાં છે. જોયાની ડાયરેક્ટર તરીકે પ્રથમ ફિલ્મ વર્ષ 2009માં ‘લક બાય ચાન્સ’ હતી. આ ફિલ્મ માટે તેમને ડેબ્યૂ ડાયરેક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તેમણે ‘જિંદગી ના મિલેગી દોબારા’, ‘બોમ્બે ટૉકીઝ’, ‘દિલ ધડકને દો’, ‘લસ્ટ સ્ટોરીજ’ જેવી શાનદાર ફિલ્મો આપી. ‘લસ્ટ સ્ટોરીઝ’ શોર્ટ ફિલ્મોનુ એક બુકે હતી. જે નેટફ્લિકસ પર છે. હવે ટૂંક સમયમાં એમેઝોન પ્રાઈમ પર તેની ‘મેડ ઈન હેવન’ આવવાની છે.

ગૌરી શિંદે યંગ જનરેશનની ‘ટેલેન્ટેડ ડાયરેક્ટર બ્રિગેડ’માંથી એક છે. તેમણે વર્ષ 2012માં પોતાની પહેલી ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ આપી. આ ફિલ્મ માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. કારણકે આ શ્રીદેવીની કમબેક ફિલ્મ હતી અને દર્શકોને ખૂબ પસંદ આવી હતી. વર્ષ 2012માં ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ બાદ વર્ષ 2016માં ‘ડિયર જિંદગી’ લઇને આવી. આ ફિલ્મ પણ દર્શકોનુ દિલ જીતવામાં સફળ રહીં.

આમિર ખાનની પત્ની કિરણ રાવ પણ એક ડાયરેક્ટર છે. તેમણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે લગાન, મૉનસૂન વેડિંગ, સાથિયા, સ્વદેસ જેવી શાનદાર ફિલ્મો આપી. વર્ષ 2011માં તેમણે ડાયેરક્ટર તરીકે ડેબ્યુ કર્યુ. ફિલ્મનું નામ હતું ‘ધોબી ઘાટ’. આમિર ખાન મુખ્ય રોલમાં હતાં. પરંતુ ત્યાં પણ દર્શકોને થિએટર સુધી ખેંચવામાં સફળ ના રહ્યાં. આ ફિલ્મ એક એવરેજ ફિલ્મ રહીં.

અલંકૃતા શ્રીવાસ્તવ. આ નામ સાંભળતા જ તમને ‘લિપસ્ટિક અંડર માય બુર્કા’ યાદ આવશે. પરંતુ આ મોતરમા બીજી ઘણી બધી ફિલ્મો આપી ચૂક્યા છે. વર્ષ 2005માં ‘અપહરણ’થી ચીફ આસિસ્ટન્ટ ડાયરેક્ટરથી શરૂઆત કરનારી અલંકૃતાએ ‘રાજનીતિ’માં એસોસિએટ ડાયરેક્ટર તરીકે કામ કર્યુ. ચાલુ વર્ષે એટલેકે 2019માં તેઓ ‘ડૉલી કીટ્ટી અને વો ચમકતે સિતારે’ અને ‘મેડ ઈન હેવન’ લઇને આવી રહી છે.

મોટા-મોટા સિતારાઓને પોતાના ઈશારા પર નચાવનારા ફરાહ ખાને વર્ષ 2004માં ‘મેં હૂં ના’થી ડાયરેક્ટર તરીકે પોતાની ઈનિંગની શરૂઆત કરી. ત્યારબાદ ફરાહે ‘ઓમ શાંતિ ઓમ’, ‘તીસ મારખા’ અને ‘હેપ્પી ન્યૂ યર’ જેવી ફિલ્મો આપી.

ફાયર જેવી વિવાદીત ફિલ્મ માટે ચર્ચામાં રહેલા નંદિતા દાસે વર્ષ 2008માં ફિલ્મ ‘ફિરાક’થી ડાયરેક્શનની દુનિયામાં પગરણ માંડ્યાં. તેમની આ ફિલ્મ હિન્દી, ઉર્દૂ અને ગુજરાતીમાં રીલીઝ થઇ. ત્યારબાદ તેમણે 2017માં ‘ઈન ડિફેન્સ ઑફ ફ્રીડમ’ બનાવી. વર્ષ 2018માં નંદીતા પોતાની ફિલ્મ ‘મન્ટો’ને લઇને ચર્ચામાં રહી.

બોલીવુડની ‘બસંતી’ હેમામાલિની પણ ડાયરેક્શનમાં હાથ અજમાવી ચૂકી છે. ડાયરેક્ટર તરીકે ફિલ્મ વર્ષ 1992માં આવેલી ‘દિલ આશના હૈ’ હતી. ત્યારબાદ હેમા માલિની વર્ષ 1995માં ‘મોહિની’ અને 2011માં ‘ટેલ મી ઓ ખુદા’ને લઇને આવી.

ટીવી ક્વીન એકતા કપૂરને જો આ યાદીમાં સમાવેશ કરીએ નહીં તો પછી આ કહાની અધૂરી રહી જાય. 1995થી આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી એકતા ફક્ત ટીવી નહીં પરંતુ ફિલ્મ અને હવે વેબ દ્વારા દર્શકોને મનોરંજન પૂરી પાડી રહી છે.

મેઘના ગુજારે વર્ષ 2002માં ‘ફિલહાલ’થી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યુ. ત્યારબાદ તેમણે ‘જસ્ટ મેરીડ’, ‘દસ કહાનિયાં’, ‘તલવાર’, ‘રાજી’ જેવી ફિલ્મો આપી. ચાલુ વર્ષે ‘છપાક’ લઇને પડદા પર આવી રહી છે.

રીમા દાસે બૉલીવુડમાં તો હજી એન્ટ્રી લીધી નથી. પરંતુ વર્ષ 2017માં તેઓ પોતાની ફિલ્મ ‘વિલેજ રૉકસ્ટાર’ના કારણે દુનિયાભરમાં છવાઈ ગઇ હતી. આ ફિલ્મે ઘણા નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ જીત્યા હતાં.

‘બેન્ડ ઈટ લાઈક બેકહમ’, ‘બ્રાઈડ એન્ડ પ્રેજુડાઈસ’, ‘વાયસરૉય હાઉસ’ જેવી ઘણી શાનદાર ફિલ્મો આપી ચૂકેલી ગુરિન્દર ચઢ્ઢા અમૂક સોશિયલ અને ઈમોશનલ મુદ્દા પર ફિલ્મો બનાવી છે. ખાસ કરીને એવી સ્થિતિ જે પ્રવાસીઓ સાથે જોડાયેલા મુદ્દા અને વાતો.

વર્ષ 2019ની સૌથી ચર્ચિત ફિલ્મ ‘મર્ણિકર્ણિકા’થી કંગના રનૌતે પણ ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યુ. અત્યાર સુધી ‘ક્વીન’, ‘રિવૉલ્વર રાની’, ‘તનુ વેડ્સ મનુ’ જેવી ફિલ્મોને પોતાની તાકાત પર હિટ કરાવનારી કંગનાએ હવે એક વધુ જવાબદારી સંભાળવાનો નિર્ણય કર્યો અને તેની શરૂઆત પણ કરી દીધી છે.

READ ALSO

Related posts

મેનોપોઝ વખતે વધી જાય છે હ્રદયરોગનું જોખમ, આ તકેદારીઓ રાખવી છે જરૂરી

Bansari

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

લીજા હેડનના પૂત્રએ માના બેબી બંપને કરી KISS, વાયરલ થઈ ફોટો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!