GSTV

રણવીર સિંહના પહેલા ઓડિશનનો વીડિયો મળ્યો જોવા, જેમાં દેખાયો યંગ

Last Updated on July 6, 2019 by

દરેક સુપરસ્ટારની તેની મહેનત સ્ટોરી હોય છે. શાહરૂખ ખાનને લઈ સલમાન ખાન સુધી…પરંતુ આજે એવા સુપરસ્ટારની સ્ટ્રગલ સ્ટોરીની વાત કરીએ જે પોતાનો જ અંદાજ છે. વાત કરી રહ્યા છીએ રણવીર સિંહની. રણવીર આજે તેનો 34મો જન્મ દિવસ મનાવી રહ્યો છે.

આ અવસર પર રણવીરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પહેલી એક્ટિંગ ઓડિશન જે તેના સ્ટાર બન્યા બાદ સામે આવ્યો હતો. આ વીડિયોમાં તે ઘણો યંગ જોવા મળી રહ્યો છે, પરંતુ તેનો ફની અંદાજ બિલકુલ તે જ રહ્યો છે.

આ વીડિયોમાં બીજા પણ ઘણા લોકો જોવા મળ્યા હતા, જે સિંપલ એક્ટ કરીને બહાર નીકળી જતા હતા, પરંતુ રણવીરે આવતાની સાથે જ કંઈક એવું કર્યું કે ત્યાં હાજર રહેલા લોકો હસવા લાગ્યા હતા.

રણવીરનો મિજાજ પહેલાથી જ મજાકિયો રહ્યો છે. તે જેટલો શાનદાર અભિનેતા છે એટલો જિંદાદિલ વ્યક્તિ પણ છે. કદાચ તેના આ અંદાજના કારણે જ બોલિવૂડનો સુપરસ્ટાર બન્યો છે. રણવીર સિંહની એક્ટિંગ જ નહીં, પણ તેની ફેશન સેન્સ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી પોપ્યુલર છે.

રણવીરનું આખું નામ રણવીર સિંહ ભવનાની છે. રણવીર સિંહ તેના શરૂઆતના દિવસોમાં એડવરટાઈઝિંગ ફિલ્ડમાં કોપી રાઈટરનું કામ કરી ચૂક્યો છે. જેના પછી તેને પહેલો બ્રેક 2010માં આવેલી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’માં મળ્યો. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યૂ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

આ ફિલ્મ પછી રણવીરે પાછળ વળીને જોયું નથી. તેણે એેક પછી એક એવી ફિલ્મો આપી જે તેના કરિયરની માઈલસ્ટોન બની ગઈ. રણવીર સિંહના કરિયરની બેસ્ટ ફિલ્મો પદ્માવત, બાજીરાવ મસ્તાની, ગોલિયોં કી રાસલીલા સામેલ છે. જે રીતે રણવીર તેની સ્ટાઈલમાં એક્સપેરિમેન્ટ કરે છે, તેવી જ રીતે તેની ભૂમિકામાં પણ કરે છે અને તે અંદાજ બધાને ગમે છે.

Read Also

Related posts

CBSE Marking Formula : કયા આધારે નક્કી થયું CBSE 12મા નું પરિણામ, શું તમે આપી શકો છો રી-ટેસ્ટ?

Vishvesh Dave

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!