GSTV
Home » News » બોલિવૂડે ચીનમાં સિક્કો પાડ્યો, અહીંની ફિલ્મોએ 1300 કરોડ રુપિયાનો બીઝનેસ કર્યો

બોલિવૂડે ચીનમાં સિક્કો પાડ્યો, અહીંની ફિલ્મોએ 1300 કરોડ રુપિયાનો બીઝનેસ કર્યો

ચીનની પ્રોડક્ટસ ભારતના બજારોમાં છવાઈ રહી છે તેની સામે ભારતની એક પ્રોડક્ટ ચીનમાં ખાસી લોકપ્રિય થઈ છે અને તે છે બોલીવૂડની ફિલ્મો.

ચીનમાં બોલીવૂડ ફિલ્મોનો એક આગવો ચાહક વર્ગ ઉભો થયો છે.જેના પરિણામે 2018માં બોલીવૂડ ફિલ્મોએ ચીનમાં 1300 કરોડ રુપિયાનો બીઝનેસ કર્યો છે.બોલીવૂડ ફિલ્મોના વિષય વૈવિધ્યને જોતા ચીનમાં તેની લોકપ્રિયતામાં વધારો થઈ શકે છે. 2017માં આમીરખાનની દંગલ ચીનમાં રિલિઝ થઈ હતી.એ પહેલા પીકે પણ ચીનમાં દર્શાવાઈ હતી.બંને ફિલ્મો ચીનમાં સુપરહિટ સાબીત થઈ હતી.આમીરખાન આજે ચીનમાં ભારતનો સૌથી લોકપ્રિય એક્ટર છે.

જોકે એ પછી સંખ્યાબંધ ભારતીય ફિલ્મો ચીનમાં દર્શાવાઈ છે.આ માટે બોલીવૂડ ફિલ્મોને ચીનની મેંડેરિન ભાષામાં ડબ કરવામાં આવે છે. 2018માં ભારતની 10 બોલીવૂડ ફિલ્મ ચીનમાં રિલિઝ થઈ હતી.જેની સામે 2017માં માંત્ર એક ફિલ્મ રિલિઝ થઈ હતી.

1951માં સૌથી પહેલી બોલીવૂડ ફિલ્મ ચીનમાં રિલિઝ થઈ હતી અને તે રાજકપૂરે બનાવેલી આવારા ફિલ્મ હતી.જેના 58 વર્ષ બાદ રાજકુમાર હિરાનીની સુપરહિટ થ્રી ઈડિયટ્સ ચીનમાં દર્શાવાઈ હતી.જેણે ભારતીય ફિલ્મો માટે ચીનના દરવાજા ફરી ખોલી નાંખ્યા હતા.

READ ALSO

Related posts

લોકસભા ચુંટણી હાર્યા બાદ આ ઉમેદવારે કહ્યું કે અમે અમારા હેતુમાં સફળ થયા

Kaushik Bavishi

જર્મનીનાં આ ખેલાડીએ જેનેવા ઓપનનું ટાઈટલ જીત્યુ, મુશ્કેલ મુકાબલામાં નિકોલસ જૅરીને આપી માત

Mansi Patel

RSSના સહકાર્યવાહક મનમોહન વૈદ્યએ ‘કટ્ટર હિન્દૂ’ વિશે આપી આ પ્રતિક્રીયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!