GSTV
Home » News » સંજુ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન દરમિયાન ડાયરેક્ટરથી ન થયો કંટ્રોલ અને આ મહિલા સાથે…

સંજુ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન દરમિયાન ડાયરેક્ટરથી ન થયો કંટ્રોલ અને આ મહિલા સાથે…

MeToo કેમ્પેઇન હેઠળ રાજકારણથી લઇને ફિલ્મજગતની ઘણી હસ્તીઓ પર યૌનશોષણનો આરોપ લાગી ચૂક્યા છે ત્યારે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર હિરાણી પર એક મહિલાએ આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે રાજકુમાર હિરાણી પર સંજૂ ફિલ્મમાં તેમની આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકેલી મહીલાએ સેક્સ્યૂઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે.

આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કહેવું છે કે, ફિલ્મ સંજૂના પોસ્ટ પ્રોડક્શન દરમિયાન હિરાણીએ તેનું શોષણ કર્યું હતું. જ્યારે રાજકુમાર હિરાણીએ આ આરોપોને પાયાવિહોણાં ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે, તેઓ આ આરોપોને ફગાવે છે અને દરેક પ્રકારની તપાસ માટે તૈયાર છે.

જ્યારે આસિસ્ટન્ટનું કહેવું છે કે, 6 મહિના સુધી મેં આ બધું સહન કર્યું. વિરોધ કરવા પર હિરાણીએ તેને ફિલ્મમાંથી દૂર કરી દેવાની અને મોં ખોલવા પર તેની કારકિર્દી પૂર્ણ કરી દેવાની ધમકી આપી. પીડિતા પ્રમાણે ત્યારે તે એટલા માટે કંઇ બોલી નહી કારણ કે, તે પોતાની નોકરી બચાવવા માંગતી હતી. જો તે વિરોધ કરે અને પોસ્ટ પ્રોડક્શન દરમિયાન ફિલ્મ છોડી દે તો રાજૂ હિરાણી ઇન્ડસ્ટ્રીમાં તેને બદનામ કરી શક્યા હોત.

READ ALSO

Related posts

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું કે શું વિવાહિત લોકોમાં બુદ્ધિ ઓછી હોય છે?

Kaushik Bavishi

સુરતમાં સ્કૂલવેન ચાલકો પાસે ઉઘાડી લૂંટ કરતા એજન્ટોનો વીડિયો વાયરલ

Nilesh Jethva

કાંકરીયા: એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટી પડવાનો મામલો, રાજયકક્ષાના પ્રધાને કર્યું ગૃહમાં સંબોધન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!