બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા પાદુકોણ તેના લગ્ન અને પતિને ભૂલતી જોવા મળી હતી. એક ઈવેન્ટ દરમિયાન દીપિકા કહે છે, ‘હું એક દીકરી છું, એક બહેન છું, એક એક્ટર છું.’ એટલું કહીને અટકી જાય છે પછી શોની હોસ્ટ તેને એક પત્ની છે કહીને યાદ કરાવે છે.

ત્યારે દીપિકા કહે છે અરે હા હું તો ભૂલી ગઈ અને એ કહીને હસી પડે છે. હવે દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોને આ રસપ્રદ લાગી રહ્યો છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે દીપિકા લગ્નની વાત કેવી રીતે ભૂલી શકે છે? વીડિયોને એક દિવસમાં હજાર વખત જોવાઈ ચૂક્યો છે.
હવે આ ઈવેન્ટ દરમિયાન દીપિકા ભલે લગ્નની વાત ભૂલી ગઈ હોય, પણ સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યે પ્રેમ બતાવવાની તક છોડતા નથી. દીપિકા અને રણવીર બંને એકબીજાની રોમેન્ટિક તસવીરો પર કોમેંટ કરતાં જોવા મળે છે. હવે જલદી જ બંને ફિલ્મી પડદા પર સાથે જોવા મળશે.

ફિલ્મ 83 લગ્ન પછી બંનેની પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મમાં રણવીર સિંહ મહાન ક્રિકેટર કપિલ દેવના રોલમાં જોવા મળશે. ત્યારે દીપિકા પાદુકોણ તેની પત્નીનો રોલ કરતી જોવા મળશે. રણવીરની સાથે ફિલ્મ 83 ઉપરાંત દીપિકા પાસે છપાક ફિલ્મ પણ છે. આ બંને ફિલ્મ 2020માં જોવા મળશે.
Read Also
- મેક્સીકન ટેસ્ટનો ટ્રાય કરવો હોય તો તમારા રસોડે બનાવો મગની દાળનો સૂપ
- કોર્ટમાં જુબાની આપવા જઈશ તો જીવતી સળગાવી દઈશ, રેપ પીડિતાને બળાત્કારીની ધમકી
- લો બોલો વોશિંગ મશીન, સોફા સેટ અને ફર્નિચરમાં ઘુસીને જઈ રહ્યા હતા USA, પોલીસે પકડ્યા પછી થયું એવું કે….
- પાકિસ્તાને બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારત વિરુદ્ધ F-16 ફાઇટર પ્લેનનો કર્યો ઉપયોગ, અમેરિકાએ ખખડાવી નાંખ્યુ
- Video: ‘તારક મહેતા…’માં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ, દયાબેનના બદલે થશે આ કિરદારની એન્ટ્રી