GSTV
Home » News » બોલિવૂડના આ ખ્રિસ્તી અને મુસ્લિમ પરિવારો પણ કરે છે વિઘ્નહર્તાની પૂજા

બોલિવૂડના આ ખ્રિસ્તી અને મુસ્લિમ પરિવારો પણ કરે છે વિઘ્નહર્તાની પૂજા

જ્યારે ઇશ્વરમાં આસ્થાની વાત હોય  ત્યારે  કોઈ પણ સ્વરૂપે ઇશ્વની આરાધના કરવામાં આવે છે  અને બોલિવૂડ આ બાબતમાં ખરા અર્થમાં બિનસાંપ્રદાયિક છે કારણ કે બોલિવૂડના ઘણા કલાકારોથી માંડીને ડિરેક્ટરપ અને કોરિયોગ્રાફર હિન્દુ ધર્મ ન પાળતા હોવા છતાં પણ ખૂબ આસ્થા સાથે તેમના ઘરે દુંદાળા દેવની પધરામણી કરાવડાવે છે.

બોલિવૂડમાં  સલમાન ખાનનો પરિવાર ગણેશ સ્થાપના તથા પૂજા માટે જાણીતો છે. તેના પરિવારમા દરેક ધર્મના લોકો  છે..સલીમ ખાન મુસ્લિમ છેઅને  પત્ની સલમા લગ્ન પહેલા મરાઠી હિન્દુ હતા.તો સલીમ ખાનની બીજી પત્ની હેલન ક્રિસ્ટિઅન ધર્મ અનુસરે છે. તો સલમાન, સોહેલ, અરબાઝ અને અલવિરા મુસ્લિમ ધર્મ પાળે છે. જ્યારે કે નાની બહેન અર્પિતા હિન્દુ ધર્મ અનુસરે છે. સોહેલ ખાન ની પત્ની સીમા કપૂર અને અરબાઝની પૂર્વ પત્નિ મલાઈકા પંજાબી શીખ ધર્મ પાળે છે. અને ખાસ વાત એ છે કે આ પરિવાર છેલ્લા 14 વર્ષોથી દર ગણેશ ચતુર્થીએ ગણેશજીને પોતાના ઘરે પધરાવે છે. સલમાનની સૌથી નાની બહેન અર્પિતાએ આ પ્રથાની શરૂઆત કરી હતી. અને ત્યારથી લઈને આજ સુધી સલમાનના ગેલેક્સી ઓપાર્ટમેન્ટમાં બપ્પા ગણેશ ચોક્કસ આવે છે. જો કે આ વર્ષે સલમાને ગેલેક્સી એપાર્ટમેન્ટની જગ્યાએ અર્પિતાના નવા ઘરે ગણેશની સ્થાપના કરી હતી.અને તેનું વિસર્જન તો ગેલેક્સી એપાર્ટમેન્ટના ગાર્ડનમાં આવેલા કુંડમાં કરવામાં આવ્યુ હતુ..

તો  કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસોઝા ક્રિશ્ચયન ધર્મ પાળે છે. તેમ છતાં છેલ્લા કેટલાય વર્ષોથી તે પોતાના ઘરે ગણેશજી સ્થાપના અચૂક રીતે કરે છે રેમો ડિસોઝા ગણેશજીનો મોટો ભક્ત છે.તેથી તે પોતાની દરેક ફિલ્મ કે નવા શોના શૂટિંગ પહેલા ખાસ ગણેશ પૂજા કરાવતો હોય છે.  રેમો લાલ બાગ ચા રાજાના દર્શન કરવા ગયો તે ફોટો તેણે તેના ઇનસ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો

 

GANPATI BAPA MORYA ” #lalbaugcharaja #mumbai

A post shared by Remo Dsouza (@remodsouza) on

બોલિવૂડનો કિંગખાન ગણાતો શાહરૂખ પણ મુસ્લિમ હોવા છતાં બધા જ ધર્મોને માન આપે છે. તેની પત્નિ હિન્દુ હોવાથી તેના ત્રણેય બાળકો હિન્દુ અને મુસ્લિમ એમ બન્ને ધર્મો અનુસરે છે. શાહરૂખ અલ્લાહ અને ઈશ્વર એમ બન્નેમાં શ્રદ્ધા ધરાવે છે. એટલે જ દર વર્ષે પોતાના ઘરે ગણેશજીને પધરાવે છે.જો કે, શાહરૂખના ઘરે ગણેશ મહોત્સવ દરમિયાન વધારે સેલિબ્રેશન નથી હોતું. તે માત્ર પરિવારના સભ્યો સાથે મળીને ગણેશ ભક્તિ કરે છે. અને બાદમાં ભગવાનને સંપૂર્ણ રિત રિવાજો પ્રમાણે વિદાય આપે છે.

બોલિવૂડની ડ્રામા ક્વિન ગણાતી એક્ટ્રેસ રાખી સાવંત પણ ભગવાન ગણેશની ભક્ત છે. રાખી આમ તો મરાઠી હતી.જો કે, તેણે થોડા વર્ષો પહેલા ક્રિશ્ચયન ધર્મ અંગિકાર કર્યો છે તેમ છતાં, ભગવાન ગણેશમાંથી તેની શ્રદ્ધા ઓછી નથી થઈ.રાખી દર વર્ષે મરાઠી રીત રિવાજો પ્રમાણે ગણેશજીને પોતાના ઘરે લાવે છે.

આ સિવાય બોલિવૂડના કેટલાક એવા સ્ટાર્સ પણ છે કે જેઓ વિધ્નહર્તાનું સ્થાપન પોતાની  ઘેર નથી કરતા પરંતુ હિન્દુ ન હોવા છતાં ગણેશ મંડપ અને બીજી કો-સ્ટાર્સના ઘરે બપ્પાના દર્શન કરવા જાય છે. જેમ કે રિતીક રોશનની એક્સ વાઇફ સુઝેન ખાન. સુઝેન રિતીકના ઘરે બિરાજેલા ગણેશજીના દર્શન કરવા ગઇ હતી અને તેનો ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. જેના કારણે સોશ્યલ મીડીયા પર તે ટ્રોલ થવા લાગી હતી. તો એક્ટ્રેસ અદિતી રાઓ હૈદરી પણ એક મુસ્લિમ પરિવારમાંથી આવતી હોવા છતાં ગણેશ દર્શન કરવા માટે પહોંચી હતી.

અદિતીએ તેના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી

Happy happy Ganesh Chaturthi…offer prayers with your love your heart and your soul… ❤️❤️❤️❤️

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) on

સુઝેન અને અદિતીની જેમ એક્ટર સાહિલ ખાને પણ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ગણેશજીની પુજા કરતો ફોટો શેર કર્યો હતો.જેના કારણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું લોકોએ સાહિલને પોતાના ધર્મને યાદ રાખવાની સલાહ આપી. જો કે સાહિલે આ બધા ટ્રોલર્સને જવાબ આપતા કહી દીધું કે. હું સૌથી પહેલા એક ભારતીય છું.

જેકલિન ફર્નાન્ડિઝ પણ ખ્રિસ્તી હોવા છતાં  તે ગણપતિ પૂજનમાં સામેલ થઈ હતી

 

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

લીજા હેડનના પૂત્રએ માના બેબી બંપને કરી KISS, વાયરલ થઈ ફોટો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!