GSTV
Bollywood Entertainment Trending

બોલિવૂડ / કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના MRI રિપોર્ટમા થયો ઘટસ્ફોટ, જાણો શું છે બિમારી

રાજુ

જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને ગત બુધવારે હાર્ટ અટેક આવ્યો હતો જેના પગલે દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ( AIIMS)માં સારવાર ચાલી રહી છે. ત્યાં બીજી તરફ ફેન્સ ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે રાજુ શ્રીવાસ્તવનુ હેલ્થ અપડેટ સામે આવ્યુ છે.

લેટેસ્ટ માહિતી પ્રમાણે ગઈકાલે રાત્રે રાજુ શ્રીવાસ્તવનુ ડોકટરોએ એમઆરઆઈ કર્યુ હતુ અને કોમેડિયના ભાઈ દીપનુ કહેવુ છે કે, રાજુ શ્રીવાસ્તવના મગજની કોઈ નસ દબાઈ રહી છે જેને રિકવર કરવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. દરેકને આશા છે કે, રાજુ શ્રીવાસ્તવ જલદી રીકવર થશે. જોકે રાજુને સાજા થવામાં સમય લાગી શકે છે.

ડોકટરો રાજુ શ્રીવાસ્તવને ઠીક કરવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે.દરમિયાન રાજુ શ્રીવાસ્તવના સંબંધીઓ તેમજ પરિચિતો મોટી સંખ્યામાં તેની તબિયત જોવા માટે એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.જોકે રાજુને મળવા માટે કોઈને પરવાનગી અપાઈ નથી.

નોંધનીય છે કે, રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે તેવા અહેવાલ વહેતા થયા હતા ત્યારે શુક્રવારે મોડી રાત્રે રાજુ શ્રીવાસ્તવના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પરથી પરિવારજનોએ એક અપીલ કરી હતી કે, રાજુની તબિયત સ્થિર છે. તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. તમામ ફેન્સે પણ અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.

READ ALSO

Related posts

Cricketer’s Love Story/ આ ભારતીય ક્રિકેટરની પત્ની છે વકીલ તો સસરા છે DGP, ખૂબ જ દિલચસ્પ છે તેની લવસ્ટોરી

Hemal Vegda

અયોધ્યામાં વકફ બોર્ડની મિલકતોનો સર્વે ચાલુ, ગેરકાયદે કબજેદારો પર નજર!

GSTV Web Desk

રિલેશનશિપમાં આ પ્રકારે દૂરી વધારે શકે છે સોશિયલ મીડિયા, જાણો તેની શું પડે છે નેગેટિવ અસર

Hemal Vegda
GSTV