GSTV
Home » News » બોલીવુડમાં આ ધુરંધર કલાકારોના નામનો વાગે છે ડંકો, ગોડફાધર વિના જમાવ્યો પોતાનો સિક્કો

બોલીવુડમાં આ ધુરંધર કલાકારોના નામનો વાગે છે ડંકો, ગોડફાધર વિના જમાવ્યો પોતાનો સિક્કો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગોડફાધર ન હોય તો અહીં કોઇ પોતાનો સિક્કો જમાવી શકતું નથી. પરંતુ આ વાત અમુક કલાકારોએ ખોટી સાબિત કરી છે. અહીં શાહરૂખ ખાનથી લઇ અક્ષય કુમાર સહિત ઘણા કલાકારો પરિચિત ન હોવા છતાં આજે તેઓ ટોચ પર પહોંચી ગયા છે. આ યાદીમાં શાહરૂખ ખાન, અક્ષય કુમાર, રણવીર સિંહ જેવા ધુરંધર કલાકારો છે.

રણવીર સિંહ

રણવીરે ફિલ્મની દુનિયામાં ‘બેન્ડ બાજા બારાત’થી કારકિર્દી શરૂ કરી હતી. રણવીરનો બોલીવૂડમાં કોઇ ગોડફાધર નહોતો આજે તે પોતાની અભિનય ક્ષમતાથી બોલીવૂડના માંધાતાઓનો અને દર્શકોનો માનીતો કલાકાર બની ગયો છે.

આયુષ્માન ખુરાના

રેડિયોજોકી અને વીડિયો જોકીની નોકરી કર્યા બાદ આયુષ્માને પોતાના દમ પર બોલીવુડમાં એન્ટ્રી કરી. અને આજે તેની ગણના ટોચના કલાકારોમાં થાય છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલને કારકિર્દીની શરૂઆતમાં ટચૂકડા પડદે અને વિજ્ઞાપનોમાં કામ કર્યું હતું. મોટા પડદે આવવાનો નિર્ણય તેણે ત્યાર પછી લીધો હતો અને આજે તેણે બોલીવૂડમાં ભરપૂર લોકપ્રિયતા મેળવી છે.

કંગના રનૌત

પોતાની ફિલ્મો અને અભિનય કરતાં કંગના વિવાદસ્પદ વિધાનો માટે વધુ જાણીતી છે.તેણે બોલીવૂડમાં ઘણા ટોચના લોકો સાથે ‘પંગો’ લીધો છે. ફિલ્મઇન્ડસ્ટ્રીમાં તેનું કોઇ સગુવહાલું તેમજ ગોડફાધર ન હોવા છતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે આજે જાણીતી હિરોઇન છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માએ બોલીવૂડમાં ‘રબને બનાદી જોડી’થી કારકિર્દી શરૂ કરી હતી. આ પછી તેણે પાછળ વળીને જોયું નથી અને તે અભિનેત્રીની સાથેસાથે નિર્માત્રી પણ બની ગઇ.

પ્રિયંકા ચોપરા

Priyanka Chopra

આર્મી પરિવારમાંથી આવેલી પ્રિયંકા ચોપરા આજે બોલીવૂડમાં જ નહીં પરંતુ હોલીવૂડમાં પણ જાણીતું નામ છે. મિસ વર્લ્ડનો તાજ પહેર્યા બાદ પ્રિયંકાએ ફિલ્મ ‘અંદાજ’માં કામ કરીને ડેબ્યુ કર્યું.

શાહરૂખ ખાન

જાણીને નવાઇ લાગે તેવી વાત છે કે શાહરૂખ ખાનનું બોલીવૂડમાં કોઇ મા-બાપ નહોતા. પરંતુ આજે તે ટોચનો અભિનેતા છે.

દીપિકા પદુકોણ

દીપિકાએ પોતાના દમ પર જ બોલીવૂડમાં આજે ટોચનો મુકામે પહોંચી છે. તે આજે અભિનેત્રીઓમાં સૌથી વધુ ફી લેનારી મહિલા બની ગઇ છે.

નવાઝુદ્દીન સિદ્દિકી

નવાઝુદીને કારકિર્દીની શરૂઆતમાં નાના-મોટા રોલ કર્યા અને આજે તેનું નામ ફિલ્મઇન્ડસ્ટ્રીમાં એક ઉત્તમ અભિનેતાઓમાનો એક છે.

અક્ષય કુમાર

Akshay Kumar's

અક્ષયે પણ પોતાના દમ પર જ બોલીવૂડના પગથિયા ચડયો છે. આજે અક્ષય એક માત્ર એવો અભિનેતા છે જે વરસમાં ચાર-પાંચ ફિલ્મો કરે છે.

Read Also

Related posts

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva

ભચાઉ કેનાલમા બે કિશોર પાણીમાં ન્હાવા જતા પાણીમાં થયા ગરકાવ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!