GSTV

પુલવામામાં થયેલા આતંકી હુમલા પર ભડકી ઉઠ્યું બોલીવુડ, આ રીતે વ્યક્ત કર્યો રોષ

Last Updated on February 15, 2019 by Bansari

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે બપોરે CRPFના કાફલા પર હુમલો કર્યો. જેમાં 37 જવાન શહીદ થઇ ગયાં છે. માનવતાને શરમસાર કરતી આ હરકતથી દેશભરમાં લોકોમાં આક્રોશ છે. બોલીવુડ સેલેબ્સે પણ આતંકી હુમલાની નિંદા કરી છે. અનેક સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમાં સલમાન ખાન, પ્રિયંકા ચોપરા, અનુપમ ખેર, અક્ષય કુમાર, જાવેદ અખ્તર, વિક્કી કૌશલ વગેરે સામેલ છે.

આમીર ખાન પણ આ હુમલાથી દુખી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, પુલવામામાં આપણા સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકવાદી હુમલા વિશે વાંચીને સ્તબ્ધ છું. આ ખૂબ જ દુખદ છે. તે જવાનોના પરિવાર પ્રત્યે મારી સંવેદના જેમણે પોતીકા ગુમાવ્યા છે.

પ્રિયંકા ચોપરાએ ભારતીય જવાનો પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેણે ટ્વીટ કર્યુ છે કે પુલવામા હુમલા વિશે સાંભળીને આઘાત લાગ્યો. નફરત ક્યારેય જવાબ નથી હોતી. ઘાયલ અને શહીદ જવાનોના પરિજનોને તાકાત મળે.

ઉરી સ્ટારર વિક્કી કૌશલે લખ્યું કે, આતંકી હુમલા વિશે જાણીને ખૂબ  જ દુખી છું. મારુ દિલ CRPFના તે બહાદુર જવાનોના પરિજનો માટે ભરાઇ આવ્યું છે જે જવાન ઘાયલ છે તે જલ્દી સ્વસ્થ થઇ જાય.

રણવીર સિંહે ટ્વીટ કર્યુ કે, પુલવામામાં જવાનો પર થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલાથી નિરાશ છુ. અમારા બહાદુર જવાનોના પરિવાર પ્રત્યે મારી સંવેદના.

ઋષિ કપૂરે લખ્યું કે, શરમજનક અને નિંદનીય હુમલો, કાયરતાપૂર્ણ કામ, આ જઘન્ય અપરાધના અપરાધી કાશ્મીરના લોકો સાથે મિત્રતા ન કરી શકે. અમે શહીદોના ગમગીન પરિવાર સાથે ઉભા છીએ.

જાવેદ અખ્તરે લખ્યું કે, મારો CRPF સાથે વિશેષ સંબંધ છે. મે તેમનુ એન્થમ સૉન્ગ લખ્યું છે. કલમને કાગળ પર રાખતાં પહેલાં મે ઘણાં CRPF અધિકારીઓ સાથે મુલાકાત કરી હચી. બહાદુર જવાનોના પરિજનોને મારી સંવેદના.

અનુષ્કા શર્માએ લખ્યું-પુલવામામાં આપણા બહાદુર સીઆરપીએફ જવાનો પર હુમલા વિશે વાંચવુ ખૂબ જ દર્દનાક છે. આપણા શહીદ સૈનિકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના.

અનુપમ ખેરે લખ્યું કે, સીઆરપીએફના કાફલા પર થયેલા કાયરતાપૂર્ણ હુમલા વિશે જાણીને ખૂબ જ દુખી અને ગુસ્સામાં છું. મારી સંવેદના પરિવારના તે સભ્યો માટે છે જેણે આજે એક દિકરો, એક ભાઇ, એક પતિ અથવા એક પિતાને ગુમાવ્યો છે. ઘાયલ જવાન જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!