GSTV

બોલીવુડના આ સ્ટાર્સે છૂટાછેડા લીધા બાદ નથી કર્યા ફરીથી લગ્ન

લગ્નની બાબતમાં કેટલાંક બોલીવુડ સેલેબ્રિટીઓનો રેકોર્ડ સારો રહ્યો નથી. આંગળીના વેઢે ગણી શકાય તેટલાં જ બોલીવુડ સ્ટાર્સ પોતાનું લગ્નજીવન ટકાવી રાખવામાં સફળ રહ્યાં છે. બોલીવુડમાં એવા અનેક કાલકારો છે જેણે એક કરતાં વધુ વખત લગ્ન કર્યા છે. બોલીવુડનો ટ્રેન્ડ રહ્યો છે કે જેટલી ઝડપથી લગ્ન થાય છે તેટલી જ જલ્દી છૂટાછેડા પણ થઇ જાય છે. પરંતુ કેટલાંક લોકો આ યાદી માંથી બાબાક રહી જાય છે. બોલીવુડમાં એવા પણ સ્ટાર્સ છે જેણે એક વખત લગ્ન કર્યા બાદ બીજી વખત લગ્ન કરવાની ભુલ નથી કરી. ચાલો જાણીએ આવા સેલેબ્રીટીઝ વિશે.

ઋતિક રોશન

ઋતિક ને સુઝેન બંને એકબીજાથી અલગ થયા બાદ સિંગલ છે. ઋતિક કે સુઝેને છૂટાછેડા લીધાં બાદહજુ સુધી બીજી વખત લગ્ન કરવાનો નિર્ણય નથી લીધો.

કલ્કી કોચલીન

એક સમય હતો જ્યારે કલ્કિ અને અનુરાગ કશ્યપ બોલીવુડમાં ચર્ચાનો વિષય બન્યા હતાં. પરંતુ લગ્નનાં થોડા જ સમય બાદ અનુરાગના અન્ય એક અફેરની ચર્ચાઓ થવા લાગી હતી. અનુરાગ અને કલ્કિએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. અનુરાગના અફેરની ચર્ચાઓ તો આજે પણ થઇ રહી છે પરંતુ કલ્કિ હજુ સુધી સિંગલ છે.

અમૃતા સિંહ

સૈફ અલી ખાનને પોતાની પહેલી પત્ની અમૃતા સિંહ સાથે 1991માં લગ્ન કર્યા હતાં. 13 વર્ષ સુધી સાથે રહ્યાં બાદ તેઓ છૂટા પડી ગયા. ત્યારબાદ અમૃતા પોતાના પરિવારને સંભાળી રહી છે.

સંગીતા બીજલાની

સલમાન ખાન સાથે સંગીતાના અફેરની ખબરો આવી હતી. પરંતુ દબંગ ખાનથી છૂટા પડ્યા બાદ સંગીતાએ મહોમ્મદ અઝહરુદ્દીનનો હાથ પકડ્યો હતો. અઝહરુદ્દીનથી પણ 2010માં અલગ થયાં બાદથીન તે સિંગલ જ છે.

મનીષા કોઇરાલા

મનીષા કોઇરાલાએ વર્ષ 2010માં નેપાળી બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. 2 વર્ષ સુધા લગ્નજીવન સારી રીતે ચાલ્યા બાદ વર્ષ 2012માં તેમના ડિવોર્સના સમાચાર આવ્યા હતાં. 2012માં છૂટાછેડા લીદા પથી મનીષાએ ફરીવાર લગ્ન નથી કર્યા.

પૂજા ભટ્ટ

પૂજાએ મુંબઇના એક રેસ્ટોરન્ટ ઓનર સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ તેણે પણ 2014માં એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ તેણે પણ સિંગલ રહેવાનું પસંદ કર્યું હતું.

 

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!